Last Updated on March 3, 2021 by
નાઇજેરિયાની એક સ્કૂલમાંથી 279 વિદ્યાિર્થનીઓનું ગત સપ્તાહે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જેને પગલે નાઇજેરિયામાં ફરી મહિલાઓ, વિદ્યાિર્થનીઓની સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ભીસમાં આવેલા નાઇજેરિયાના ઝામફરા રાજ્યના રાજ્યપાલ બેલ્લો મટવાલેએ કહ્યું હતું કે આ વિદ્યાિર્થનીઓને છોડાવી લેવામાં આવી છે અને તેઓ હાલ સુરક્ષિત છે.
આ પહેલા ગત શુક્રવારે જાનગેબે ટાઉનમાં આવેલી સુનિયર સેકેન્ડરી સરકારી સ્કૂલમાં ઘુસીને આતંકીએ બંદુક દેખાડીને 279 વિદ્યાિર્થનીઓનું અપહરણ કરી ગાયબ કરી દીધી હતી. જેને પગલે તેમના માતા પિતા અને સરકાર ચીંતામાં મુકાયા હતા.
આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ અપહરણની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો હતો ત્યારે તેની જાણકારી સૈન્ય પાસે પહોંચી ગઇ હતી. પણ આતંકીઓએ સૈન્યના કેમ્પો પર પણ હુમલા કર્યા હતા અને બીજી બાજુ વિદ્યાિર્થનીઓને બંદુક દેખાડીને અપહરણ કરી ગયા હતા.
જોકે સૈન્યએ બાદમાં આતંકીઓનો પીછો કર્યો હતો અને અપહરણ કરાયેલી બધી જ વિદ્યાિર્થઓને છોડાવી લીધી હતી. નાઇજેરિયામાં ઘણા આતંકી સંગઠનો સક્રિય થઇ ગયા છે અને છેલ્લા કેટલાક વર્ષથી વિદ્યાિર્થનીઓના અપહરણની ઘટનાઓ પણ વધી રહી છે. નાઇજર સ્ટેટના કાંગરા સરકારી કોલેજમાંથી 24 વિદ્યાર્થીઓ, છ સ્ટાફનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું, જેને બાદમાં ગત શનીવારે જ છોડાવવામાં આવ્યા હતા.
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જ 300 વિદ્યાર્થીઓનું અપહરણ કાંકરામાથી કરવામાં આવ્યું હતું અને બાદમાં છોડી મુકવામાં આવ્યા હતા. સૌથી વધુ અપહરણની ચર્ચા 2014મા સામે આવી હતી જ્યારે નાઇજેરિયાના બોકો હરામ નામના આતંકી સંગઠને 276 વિદ્યાિર્થનીઓને સ્કૂલમાંથી ઉપહરણ કરી ઉઠાવી ગયા હતા અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જેમાંથી હજુ પણ 100થી વધુ વિદ્યાિર્થનીઓ ગુમ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31