Last Updated on March 3, 2021 by
ઓડિશાના સંબલપુર જિલ્લામાં એક ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન તલવાર વડે પોતાની જ પત્નીની હત્યા કરનારા એક વ્યક્તિને આજીવન કેદની સજા સંભળાવામાં આવી છે. સંબલપુરના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ બિરંચી નારાયણ મોહંતીની હત્યાના મામલે રમેશ કુંભારને મંગળવારના રોજ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
પત્ની સહિત પરિવારના લોકો પર કર્યો હુમલો
પોલીસે જણાવ્યુ હતું કે, કુંભારે 23 એપ્રિલ 2018ના રોજ ફેમિલી કોર્ટ પરિસરમાં દલીલ માટે આવેલી પોતાની પત્ની સંજીતા ચૌધરી, તેની માત અને એક અન્ય સંબંધી પર તલવાર વડે હુમલો કર્યો હતો. કોર્ટમાં હાજર પરિવારના લોકોએ રમેશને પકડી લીધો અને પોલીસના હવાલે કરી દીધો હતો. ઘાયલ લોકોને સંબલપુર જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જો કે, સારવાર દરમિયાન સંજીતાનું મોત થઈ ગયુ હતું.
આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 302, 307, 323 અને 449 ઉપરાંત હથિયાર કાનૂનની કલમ 27 આઈ અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યો છે.
આજીવન કેદની સજા અપાઈ-10,000નો દંડ પણ ફટકાર્યો
વકીલે જણાવ્યુ હતું કે, આઈપીસીની કલમ 302 અંતર્ગત દોષીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરતા વધુ બે વર્ષ સજા કાપવી પડશે. આ આરોપીને અન્ય કલમ અંતર્ગત પણ સજા ફટકારવામાં આવી છે. જે સજા એક સાથે ચાલશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31