Last Updated on March 3, 2021 by
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘જો ટેસ્લા (Tesla) ભારતમાં ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કરે છે તો કંપનીની પ્રોડક્શન કોસ્ટ ભારતમાં ચીનની તુલનામાં ઓછી હશે.’ ગડકરીનું નિવેદન ટેસ્લાનું ભારતમાં રજિસ્ટ્રેશનના થોડાંક સપ્તાહ પછી આવ્યું કે જ્યારે કંપની 2021ના વચ્ચેના ગાળામાં કાર મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં પ્રવેશ કરશે. મળતી જાણકારી અનુસાર, ટેસ્લા ભારતમાં પોતાની ઇલેક્ટ્રિક કાર મૉડલ 3નું ઇમ્પોર્ટ અને વેચાણ ખૂબ જલ્દી કરી શકે છે.
છૂટ અને વિશેષ સુવિધા આપવાની વાત જણાવી
ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, “કંપની કારના એસેમ્બલિંગને બદલે સ્થાનિક વિક્રેતાઓની સાથે કામ કરીને પણ પોતાનું સંપૂર્ણ મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ કરી શકે છે. એમાં અમે કંપનીને વધારે ઉત્તમ સુવિધાઓ અને છૂટ આપી શકીએ છીએ. ભારત સરકાર એવું નક્કી કરશે કે ટેસ્લાની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ભારતમાં કોઇ પણ દેશની તુલનામાં ઓછી હોય, પછી ભલે તે ચીન જ કેમ ના હોય.”
પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે ઇલેક્ટ્રિક વાહનો પર સરકારનું ફોકસ
ભારત પોતાના મુખ્ય શહેરોમાં મોંધા ઇમ્પોર્ટમાં ઘટાડો અને પ્રદૂષણમાં પણ ઘટાડો કરવા માટે ઇલેક્ટ્રિક વાહનો (ઇવી), બેટરી અને લોકલ નિર્માણને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે. અન્ય કાર નિર્માતા કંપની પણ હવે ઇલેક્ટ્રિક કારના મેન્યુફેક્ચરિંગમાં રસ દાખવી રહી છે કે જે ભારતમાં કાર્બનના ફેલાવાને રોકવા માટે એક સારું પગલું છે.
ભારતમાં ટેસ્લા કારનું મેન્યુફેક્ચરિંગ હજી પણ એક પડકારરૂપ સાબિત થઇ શકે છે કારણ કે ટેસ્લા દ્વારા મેન્યુફેક્ચરિંગને લઇને પોતાના પ્લાનને વિશે ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલ ઇમેઇલનો જવાબ હજી સુધી નથી આપવામાં આવ્યો.
વધારે કિંમતના કારણે વેચાણમાં ઘટાડો
ગયા વર્ષે ભારતમાં આવેલી 24 લાખ કારોમાંથી માત્ર 5000 ઇલેક્ટ્રિક કારો જ બજારમાં વેચાઇ. જેનું મુખ્ય કારણ એ છે કે, તેની વધારે કિંમત અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ઓછી માત્રામાં હોવાં. તેનાથી તદ્દન ઉલ્ટું ચીનમાં જ્યાં ટેસ્લા પહેલેથી જ કાર બનાવે છે, જ્યાં ગયા વર્ષે 2020માં 2 કરોડ કારોમાંથી 12 લાખ ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલનું વેચાણ થયું કે જે ટેસ્લાના ગ્લોબલ સેલનો ત્રીજો ભાગ છે.
ટેસ્લા માટે ડીલ ફાયદાકારક
ગડકરીના જણાવ્યાં અનુસાર, ‘ટેસ્લા માટે આ ડીલ ફાયદાકારક ડીલ છે, આપણે દિલ્હી અને મુંબઇની વચ્ચે એક અલ્ટ્રા હાઇ-સ્પીડ હાઇપરલૂપ બનાવવા માટે પણ ટેસ્લાની સાથે જોડાવા ઇચ્છીએ છીએ.”
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31