Last Updated on March 3, 2021 by
નેશનલ ટેસ્ટીંગ એજન્સી (National Testing Agency, NTA) એ યુજીસી નેટ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ આગળ લંબાવી દીધી છે. જે અંતર્ગત ઉમેદવાર હવે 9 માર્ચ, 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારે આવા સમયે જે ઉમેદવાર આ પરીક્ષા માટે અત્યાર સુધી અરજી કરી શક્યા નથી, તેમને એનટીએ મોટી રાહત આપી છે. જે અનુસાર ઉમેદવાર સત્તાવાર પોર્ટલ ugcnet.nta.nic.in પર ઓનલાઈન અરજી કરી શકશે. આ સંબંધિત એનટીએ નોટિફિકેશન પણ જાહેર કર્યુ છે. આ અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ 2 માર્ચ, 2021 સુધી હતી.
મહત્વની તારીખો
- ઓનલાઈન અરજી કરવાની પ્રારંભિક તારીખ, 2 ફેબ્રુઆરી 2021
- ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ, 9 માર્ચ, 2021
- ફી જમા કરાવાની તારીખ- 10 માર્ચ, 2021
- કરેક્શન વિંડો ઓપન- 12 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2021 સુધી
આ તારીખોએ યોજાશે પરીક્ષાઓ
યુજીસી નેટ પરીક્ષા 2 મે, 3,4,5,6,7,10,11,12,14 અને 17, 2021ના રોજ આયોજન થશે. આ પરીક્ષા ત્રણ કલાકની હશે. આ પરીક્ષામાં બે પેપર હશે. જે અંતર્ગત ક્રમશ: 100 અને 200 માર્ક્સના હશે. તો વળી હવે પરીક્ષાઓ બે પાળીઓમાં યોજાશે. પ્રથમ પાળી સવારે 9.30 થી બપોરે 12.30 સુધી આયોજન કરવામાં આવશે, જ્યારે બીજી પાળી બપોરે 2.30થી 5 વાગ્યા સુધી આયોજન કરવામાં આવશે.આ પરીક્ષાથી સંબંધિત વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઈટ પર વિજિટ કરવાની રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે, યુજીસી નેટ પરીક્ષાનું આયોજન આસિસ્ટેંટ પ્રોફેસરની પાત્રતા માટે જૂનિયર રિસર્ચ ફેલોશિપ માટે કરવામાં આવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31