GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ એક મિસ્ડ કૉલ પર મળી જશે 7.50 લાખની લોન, એક ક્લિકે જાણો SBIની આ ખાસ સ્કીમ વિશે

sbi

Last Updated on March 3, 2021 by

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ (SBI) સીનિયર સિટિઝન્સ માટે એક ખાસ સ્કીમ લૉન્ચ કરી છે. રિટાયર્ડ કર્મચારીઓ માટે SBI પેન્શન લોન સ્કીમ ઘણાં કામની છે. આ સ્કીમ અંતર્ગત પેંશનર્સને એક કૉલ પર લાખો રૂપિયાની લોન મળી રહી છે. આ સ્કીમ અંતર્ગત પેંશનર્સ મિનિમમ 2.50 લાખ રૂપિયા અને મેક્સીમમ 14 લાખ રૂપિયા સુધી લોન લઇ શકે છે. લોનનો વ્યાજ દર 9.75 ટકા છે. લોન માટે અરજી એક ફોન કૉલથી પણ થઇ જશે. આ ઉપરાંત મિસ્ડ કૉલ અથવા SMS દ્વારા અરજી કરી શકાય છે.

મિસ્ડ કૉલ પર લોન આપશે SBI

SBIએ પોતાના ટ્વીટમાં કહ્યું, હેપ્પી રિટાયરમેંટ હવે મિથ્યા નથી રહી. બસ અમને 7208933142 પર મિસ્ડ કૉલ કરો અને પેન્શન લોન વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરો. આ કેન્દ્ર અને રાજ્ય સરકારોના પેંશનર્સ, ડિફંસ પેંશનર્સ અને ફેમીલી પેંશર્નસ, જેની ઉંમર 76 વર્ષથી ઓછી છે, તેમના માટે અરજી કરી શકે છે.

SBI પેન્શન લોનનુ ડોક્યુમેંટેશન ઘણુ ઓછુ છે અને તેમાં પ્રોસેસિંગ ફીસ પણ વધુ નથી. તેના માટે SBI બ્રાન્ચ પરથી પણ અરજી કરી શકાય છે. જેનું પેન્શન ખાતુ SBIમાં છે તો લોન માટે અરજી કરી શકે છે.

લોન માટે આ રીતે કરો અપ્લાય

પેન્શન લોન લેવા માટે તમે બેન્ક બ્રાન્ચમાં અપ્લાય કરી શકો છો. આ વિશે વધુ જાણકારી માટે તમે 7208933142 પર મિસ્ડ કૉલ કરી શકો છો. આ ઉપરાંત તમે 7208933145 પર ‘PERSONAL’ SMS પણ કરી શકો છો. તે બાદ બેન્ક તમને કૉલ બેક કરશે.

sbi

કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનર્સ માટે યોગ્યતા

  • પેન્શનભોગીની ઉંમર 76 વર્ષથી ઓછી હોવી જોઇએ.
  • પેન્શન પેમેન્ટ ઓર્ડર SBIમાં મેંટેન હોવુ જોઇએ.
  • પેન્શનરને લેખિતમાં આપવુ પડશે કે જ્યાં સુધી લોનનો પીરિયડ પૂરો નથી થતો, તે ટ્રેજરીને આપેલા પોતાના મેંડેટમાં સુધાર નહી કરે.
  • ટ્રેજરીને પણ લેખિતમાં તે સહમતિ આપવી પડશે કે જ્યાં સુધી બેન્ક એનઓસી ન આપે ત્યાં સુધી તે પેન્શનર દ્વારા તેના પેન્શન પેમેન્ટને કોઇ અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરવાની અરજીને નહીં સ્વીકારે.
  • યોજનાના અન્ય તમામ નિયમ અને શરતો લાગુ થશે, જેમાં પતિ અથવા પત્ની (પરિવાર પેન્શનને પાત્ર) અથવા એક યોગ્ય થર્ડ પાર્ટી દ્વારા ગેરેન્ટી સામેલ છે.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનર્સ મિનિમમ 7.5 લાખ રૂપિયા અને મહત્તમ 14 લાખ રૂપિયાની લોન લઇ શકે છે.
  • લોનની રિપેમેન્ટ મહત્તમ 78 વર્ષની ઉંમર સુધી કરી શકાય છે.
લોન

ડિફેન્સ પેન્શનર્સ માટે યોગ્યતા

  • સેના, નેવી અને વાયુ સેના, અર્ધસૈનિક દળ (સીઆરપીએફ, સીઆઇએસએફ, બીએસએફ, આઇટીબીપી), કોસ્ટ ગાર્ડ, રાષ્ટ્રીય રાઇફલ્સ અને અસમ રાઇફલ્સ સહિત સશસ્ત્ર દળોના પેન્શનર્સ લોન માટે અરજી કરી શકે છે.
  • પેન્શન પેમેન્ટ ઓર્ડર SBIમાં મેંટેન હોવુ જોઇએ.
  • યોજના અંતર્ગત કોઇ લઘુત્તમ આયુ નિર્ધારિત નથી.
  • લોન પ્રોસેસિંગના સમયે મહત્તમ ઉંમર 76 વર્ષથી ઓછી હોવી જોઇએ.
  • ફેમિલી પેન્શન માટે યોગ્યતા
  • ફેમિલી પેન્શનર્સમાં પેન્શનભોગીના મૃત્યુ બાદ પેન્શન પ્રાપ્ત કરવા માટે પરિવારના મોટાભાગના સભ્યો સામેલ છે.
  • ફેમિલી પેન્શનર્સની ઉંમર 76 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો