Last Updated on March 3, 2021 by
વોડાફોન આઈડિયાના સબસક્રાઈબર્સ માટે સારા સમાચાર છે. ટેલિકોમ કંપની Viએ મોબાઈલ રિચાર્જ પર હેલ્થ ઈન્સ્યોરન્સ લાભ આપવા માટે આદિત્ય બિડલા હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે કરાર કર્યો છે. Viએ 51 રૂપિયા અને 301 રૂપિયાના રિચાર્ડ પ્લાન પર ઈન્ડસ્ટ્રીનો પહેલો Vi Hospicare લોન્ચ કર્યો છે. તેમાં પ્રિપેડ ગ્રાહકોને હૉસ્પિટલમાં દાખલ થવાનુ કવર મળે છે. Vi ગ્રહકોને 24 કલાકની અવધિ માટે હૉસ્પિટલમાં ભર્તી થવા પર 1 હજાર રૂપિયા સુધીનું નક્કી કવર મળે છે. તેની સાથે જ ICUના ખર્ચાઓ માટે 2 હજાર રૂપિયાનુ કવર મળશે.
‘Vi Hospicare’ વોડાફોન આઈડિયાના પ્રિપેડ ગ્રાહકોને હૉસ્પિટલમાં ભર્તી કવર પ્રદાન કરે છે. ઓફરમાં કોવિડ-19 અથવા કોઈપણ પહેલાની રહેલી બીમારીનૈ કારણે હૉસ્પિટલાઈઝેશન સામેલછે. Vi Hospicare 18થી 55 વર્ષની ઉંમરના લોકો માટે છે. 51 અથવા 301 રૂપિયાના દરેક રિચાર્જ પર 28 દિવસ સુધી વધારવામાં આવશે. તેમાં પહેલા 30 દિવસની વેઈટિંગ પીરિયડ લાગુ થશે.
Vi Hospicareની ખાસ વાતો
- 51 રૂપિયાની રિચાર્જમાં યૂઝર્સને 500 SMS મફત મળે છે. જેની વેલિડિટી 28 દિવસની છે.
- તેમાં હવે 1000 રૂપિયાનો હેલ્થ બેનિફીટ મળશે.
- 301 રૂપિયાના પ્રિપેડ પ્લાનમાં અનલિમિટેડ કૉલ, રોજ 1.5 GB ડેટા, 2GB વધારે અને 100 SMS પ્રતિદિવસનો બેનિફીટ મળશે. જેની વેલીડિટી 30 દિવસની રહેશે.
- ICUમાં ભર્તી હોવાની સ્થિતીમાં ગ્રાહકોને 2000 રૂપિયાનો પ્રતિ દિવસ ફાયદો મળશે.
- દુર્ઘટનાના કોસમાં વેઈટિંગ પિરિયડ લાગુ નથી.
- ખાસ બીમારીઓમાં 2 વર્ષની વેઈટિંગ પીરિયડ લાગુ નથી.
Hospicare ની પહેલ પર Viના CMO અવનીશ ખોસલાએ કહ્યું અમે એક અરબથી વધારે ભારતીય મોબાઈલ ફોન યૂઝર્સો માટે સારા કાલ માટે ઈનોવેટીવ, સસ્તા સમાધાન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હેલ્થ અને વેલનેસ Viનો એક પ્રાઈમ ફોકસ એરીયા છે. અમે આગળ એક મહત્વપૂર્ણ પગલુ ભર્યુ છે. જે અમારા યૂઝર્સને હૉસ્પિટલમાં દાખલ છવા પર આર્થિક બોજને ઓછુ કરવામાં મદદ કરશે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31