Last Updated on March 3, 2021 by
નેટ બેંકિંગ અને ડિજિટલ ટ્રાંઝેક્શનના વધારા સાથે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યા છે. હેકર્સ વિવિધ પદ્ધતિઓ અપનાવીને ઓનલાઇન છેતરપિંડી કરી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને સાયબર ફ્રોડથી બચવા માટે એલર્ટ જારી કર્યું છે. હકીકતમાં, એસબીઆઈના ઘણા ગ્રાહકોને હેકર્સ દ્વારા ફિશિંગ સ્કેમ્સનો શિકાર બનાવવામાં આવ્યા છે. હેકરોએ ઘણા લોકોને શંકાસ્પદ ટેક્સ્ટ સંદેશાઓ મોકલ્યા હતા જેમાં તેઓને 9,870 રૂપિયાના એસબીઆઇ ક્રેડિટ પોઇન્ટ્સને રિડિમ કરવાની વિનંતી કરવામાં આવી હતી.
સ્ટેટ બેંકના જણાવ્યા અનુસાર, હેકરોનું લક્ષ્ય ખાસ કરીને દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, ચેન્નઈ અને અમદાવાદના લોકો છે. હેકરો દ્વારા મોકલેલા ઈ-મેલને ક્લિક કરવા પર, વપરાશકર્તાઓ બનાવટી વેબસાઇટ પર પહોંચે છે. આ પછી, આ બનાવટી વેબસાઇટ પર વ્યક્તિગત અથવા બેંક ખાતા વિશે માહિતી આપવા પર, તેઓને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
ખરેખર, જ્યારે વપરાશકર્તા તેની વ્યક્તિગત માહિતી હેકર્સને આપે છે, તો પછી તેમના બેંક ખાતામાં પ્રવેશ મેળવવો તેમના માટે સરળ બને છે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાનું બેંક એકાઉન્ટ પણ ખાલી હોઈ શકે છે.
કેવી રીતે કરે છે છેતરપિંડી
- હેકર્સ SBI ગ્રાહકોને એક ટેકસ્ટ મેસેજ મોકલે છે.
- આ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવે છે.
- આ લિંક પર ક્લિક કરવાનનું કહેવામાં આવે છે.
- લિંકને ક્લિક કરતા જ એક નકલી વેબસાઈટ ખુલે છે હેચ
- આ ફર્જી વેબસાઈટમાં સ્ટે બેંક ઓફ ઈન્ડિયા ફિલ યોર ડિટેલ્સ ફોર્મનો ઓપ્શન હોય છે.
- યૂઝર્સના આ ફોર્મને ભરવા માટે કહેવામાં આવે છે. જેમાં સંવેદનશીલ ફાઈનાન્શિયલ ડિટેલ જેવા કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, CVV અને MPIN શેર કરવા માટે કહેવામાં આવે છે.
દિલ્હી સ્થિત થિંક ટેન્ક સાયબરપીસ ફાઉન્ડેશન અને ઓટોબોટ ઇન્ફોસેક પ્રાઈવેટ લિમિટેડના અહેવાલો અનુસાર, આ બનાવટી વેબસાઇટ પર વ્યક્તિગત માહિતી માંગવામાં આવી છે જેમાં રજિસ્ટર થયેલ મોબાઇલ નંબર, ઇમેઇલ, ઇમેઇલ પાસવર્ડ અને જન્મ તારીખ જેવી વિગતો શામેલ છે. અહેવાલ મુજબ, આ વેબસાઇટનું ડોમેન નામ ભારતમાં મેળવી શકાય છે અને જેની નોંધણી કરાય છે તે તમિલનાડુ સાથે સંબંધિત હોઈ શકે છે.
ફાઉન્ડેશને કહ્યુ કે, SBI અનુસાર તેઓ કયારેય પોતાના ગ્રાહકોને SMS અથવા ઈમેઈલ દ્વારા સંપર્ક સ્થાપિત નથી કરતા. જેમાં યૂઝર્સના અકાઉન્ટ સંબંધિત લીંક હોય.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31