GSTV
Gujarat Government Advertisement

12માં માળેથી પટકાઈ 2 વર્ષની બાળકી, આ રીતે થયો ચમત્કારિક બચાવ / વિડીયો થયો વાયરલ

Last Updated on March 2, 2021 by

કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે… આ કહેવત સૌ કોઇએ  સાંભળી જ હશે, પરંતુ અમે તમને એક એવો વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જે જોઈને તમે પણ આ કહેવતમાં વિશ્વાસ કરતા થઇ જશે. કે કેવી રીતે મોત કોઈને હાથ ટાળી આપીને ચાલી જતી હોય છે. વિયેતનામનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં 2 વર્ષની એક બાળકીને 12માં માળેથી નીચે પડે છે અને કેવી રીતે એક ડિલિવરી બોય સુપરહીરોની જેમ આવે છે અને બચાવી લે છે.

વિડીયો

સામાન ડિલિવર કરવા માટે પોતાના ટ્રકમાં રાહ જોતો ડ્રાયવર બાલ્કનીમાં લટકતી બાળકીને પકડવા માટે ગાડીની બહાર આવી ગયો. જેવો બાળકીનો હાથ લપસે છે તુરંત ડ્રાયવર ન્ગુયેન તેને કેચ કરી લે છે. ઘટના બાદ, ડ્રાયવરે જણાવ્યું કે સદ્નસીબે બાળકી મારા ખોળામાં જ પડી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

31 વર્ષીય ડ્રાયવર ન્ગુયેનએ જણાવ્યું કે એક કસ્ટમરનું પાર્સલ ડિલિવર કરવા માટે હનોઈ આવ્યો હતો. જયારે તે ગ્રાહકના આવવાની રાહ જોઈ રહ્યો હતી ત્યારે તેણે એક બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો. તેમણે જોયું કે એક નાની બાળકી એક બિલ્ડિંગના 12માં માળ પર લટકી રહી છે. આ દ્રશ્ય જોઈને તે તુરંત બિલ્ડિંગની નીચે પહોંચી જાય છે અને બાળકીને કેચ કરી લે છે અને બાળકીનો જીવ બચી જાય છે.

બાળકીના મોઢામાં લોહી આવતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, બાળકી હાલ સ્વસ્થ છે, 164 ફૂટની ઊંચાઈથી પડયા બાદ પણ બાળકીનો જીવ બચી ગયો છે જેનાથી મૈનહ ખુશ છે. તેમણે જણાવ્યું કે બધું એટલું ઝડપથી થઇ ગયું. પરંતુ તેમણે બાળકી પરથી ન ન હટાવી અને આખરે બધું સારું જ થઇ ગયું.

ડ્રાયવર ન્ગુયેન નાગોસના આ કારનામાને કારણે લોકો તેમને હીરો કહેવા લાગ્યા છે. સ્થાનિક અખબારોમાં તેમની ઘણી ચર્ચા અને વખાણ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ન્ગુયેન નાગોસના આ પ્રયાસને ખાણો વખાણવામાં આવી રહ્યો છે. લોકોએ તો તેમને ભગવાન અને સુપર હીરોની ઉપમા પણ આપી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો