Last Updated on March 8, 2021 by
વૈશ્વિક મહામારી કોરોના સામે આજે પણ આખી દુનિયા લડી રહી છે. ત્યારે આ તમામની વચ્ચે તાજેતરમાં આવેલા એક સર્વેમાં ખુલાસો થયો છે કે, નોકરી ધંધો કરતી મહિલાઓને કોરોનાના કારણે વધારે દબાણ અનુભવે છે. લિંક્ટઈન અપોર્ચ્યુનિટી 2021ના એક સર્વેમાં આ પ્રકારનું તારણ નિકળ્યુ છે. સર્વેમાં કહેવાયુ છે કે, આ કોરોના મહામારીએ વિદેશોમાં કામ કરતી મહિલાઓની સરખામણીએ ભારતની નોકરી કરતી મહિલાઓ પર સૌથી વધારે પ્રભાવ પડ્યો છે.
રિપોર્ટમાં કહેવાયુ છે કે, સમગ્ર એશિયા પેસિફિક દેશોમાં મહિલાઓને કામ અને વેતનને લઈને ખાસ્સી મહેનત કરવી પડે છે અને કેટલીય જગ્યાએ તો, પક્ષપાતનો પણ સામનો કરવો પડે છે. 22 ટકા મહિલાઓનું કહેવુ છે કે, તેમને પુરૂષોની સરખામણીએ યોગ્ય વેતન નથી મળતા. 85 ટકા મહિલાઓએ કહ્યુ હતું કે, 60 ટકા ક્ષેત્રિય સરેરાશ સરખામણીમાં ન તો તેમને યોગ્ય ટાઈમે પ્રમોશન, સેલરી હાઈક અથવા વર્ક ઓફર નથી મળતી.
આ રિપોર્ટ પુરૂષો અને મહિલાઓની ઉપલબ્ધીના અવસરોન ધારણાનું અંતર ઉજાગર કરે છે. ભારતની 37 ટકા કામકાજી મહિલાઓનું કહેવું છે કે, તેમને પુરૂષોની સરખામણીએ ઓછો અવસર મળે છે. જ્યારે ફક્ત 25 ટકા પુરૂષો આ વાત સાથે સહમત છે. આ મહિલાઓનું કહેવુ છે કે, તેમને પુરૂષોની સરખામણીએ ઓછુ વેતન મળે છે.
સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે, મહામારીના કારણે બાળકોની દેખરેખથી લઈને મોટા પડકારનો સામનો કરવો પડ્યો છે. સર્વેમાં કહેવાયુ છે કે, દેશમાં કુલ વિશ્વાસ ધીમે ધીમે વધી રહ્યો છે. જેમાં કહેવાયુ છે કે, ઘરેથી કામ કરતી અથવા તો, વર્ક ફ્રોમ હોમના કારણે નોકરી કરતી મહિલાઓની સમસ્યાઓ વધી છે. અત્યારે 10માંથી 7 મહિલા આખો દિવસ બાળકો સંભાળી રહી છે. ફક્ત પાંચમાંથી એક મહિલા એટલે કે, 17 ટકા પુરૂષો જ આખો દિવસ બાળકો સાચવી રહ્યા છે.ફક્ત 2/3 મહિલાઓનું કહેવું છે કે, તેમને પારિવારીક અને ઘરેલૂ જવાબદારીઓના કારણે કામમાં પણ ભેદભાવનો સામનો કરવો પડે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31