Last Updated on March 2, 2021 by
ઓનલાઈન ફ્રોડના વધવા મામલાને જોઈએ PAYTM પેમેન્ટ બેંક કરોડો ગ્રાહકોને ડેબિટ કાર્ડ સેફ્ટીની ટીપ્સ બતાવી છે. આ અંગે PAYTM PAYMENTS BANKએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વિટમાં PAYTM પેમેન્ટ્સ બેંકે કહ્યું કે, નવું ડેબિટ કાર્ડ મળતા જ ફટાફટ તેની સેફ્ટીને સુનિશ્ચિત કરો. એવું નહીં કરવા પર તમે છેતરપિંડીનો શિકાર થઈ શકો છો. અને તમારી બચત પણ સાફ થઈ જશે.
PATTM પેમેન્ટ્સ બેંકે ટ્વિટમાં કહ્યું કે, ડેબિટ કાર્ડ મળતા સૌ પ્રથમ મેનેજ કાર્ડ સેક્શનમાં જઈને કાર્ડ ટ્રાંજેક્શન સેટિંગમાં બદલાવ કરો. તમે તમારા કાર્ડ પર કોઈ પણ પ્રકારનું ટ્રાંજેક્શનની અનુમતિ આપી શકે છે અથવા આપી શકતા નથી.
ફોલો કરો આ સેફ્ટી ટીપ્સ
- ડેબિટ કાર્ડની ટ્રાંજેક્શન લિમિટ સેટ કરો.
- પિન સેટ કરતા સમયે આ વાત પર ધ્યાન રાખો કે કોઈ જોઈ તો નથી રહ્યું.
- તમારા કાર્ડનો પીન નંબર ક્યાંય પણ લખવો નહીં. યાદ રાખવો. તમે તમારા PAYTM એપ દ્વારા સરળતાથી પિન બદલી શકો છો.
- નવું કાર્ડ મળતા જ જૂનું કાર્ડ નષ્ટ કરી નાખો.
- OTP, પીન અથવા તમારાં કાર્ડની અન્ય ડિટેઈલ્સ કોઈ સાથે શેર ન કરો.
- કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિ પર તુરંત જ તમારા PAYTM એપ દ્વારા કાર્ડને બ્લોક કરો.
PAYTMએ ગ્રોહકોને ATM દ્વારા કેશ વિડ્રોલના સમયે તમારે કઈ સાવધાની રાખવી જોઈએ. PAYTM અનુસાર, ATMથી પૈસા ઉપાડતા સમયે ધ્યાન રાખો કે તમારો પીન કોઈને ન દેખાય. ATM ટ્રાંજેક્શન સમયે કોઈ પણ વ્યક્તિને અંદર આવવા ન દ્યો. પૈસા ઉપાડ્યા બાદ ટ્રાંજેક્શન સ્વિપ લેવાનું ભુલશો નહીં. તમારા કાર્ડનો પીન PAYTM એપ દ્વારા બદલો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31