Last Updated on March 2, 2021 by
સરકાર આગામી બે વર્ષમાં દેશના લોકોને 1 કરોડ મફત LPG કનેક્શન્સ આપવા જઈ રહી છે. આ માટે જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. દેશના દરેક ઘરો માટે LPG કનેકશન હોય તે માટે સરકાર ઉજ્જવલા જેવી યોજના ચલાવી રહી છે. આ અંતર્ગત, આગામી બે વર્ષમાં 1 કરોડ નિ:શુલ્ક એલપીજી જોડાણોનું વિતરણ કરવામાં આવશે. સરકાર આ માટેના નિયમોમાં ફેરફાર કરવાની પણ તૈયારી કરી રહી છે.
ઓઇલ સચિવ તરુણ કપૂરે કહ્યું કે સરકાર ઓછામાં ઓછા દસ્તાવેજોમાં એલપીજી કનેક્શન આપવાની તૈયારી કરી રહી છે. બદલાયેલા નિયમોમાં, નિવાસના પ્રમાણપત્ર વિના પણ એલપીજી કનેક્શન આપવાની યોજના છે. એલપીજી કનેક્શન મેળવવા માટે નિવાસસ્થાન પ્રમાણપત્ર એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના વિના એલપીજી સિલિન્ડર મેળવવું મુશ્કેલ છે. પરંતુ મોટાભાગના પાસે આ પ્રમાણપત્ર નથી અને તેને ગામડાઓમાં બનાવવું મુશ્કેલ છે. આને પહોંચી વળવા સરકાર નિવાસના પુરાવા વિના પણ જોડાણ આપવાનું વિચારી રહી છે.
ત્રણ ડીલર પાસેથી લો સિલિન્ડર
નવા નિયમ મુજબ ગ્રાહકને હવે આ સૂવિધા આપવામાં આવશે કે તે કોઈ એક ડીલરના બદલામાં એક સાથે ત્રણ ડીલર પાસેથી ગેસ બુક કરી શકશે. એક ડીલર સાથે LPG ઉપલબ્ધતાની કેટલીકવાર સમસ્યા રહે છે. નંબર લગાવ્યા હોવા છતા સિલિન્ડર નથી મળતો. તમારા પાડોશમાં ત્રણ ડીલરો પાસેથી એક જ પાસબુક દ્વારા ગેસ લઈ શકાશે. PTI સાથે એક સાક્ષાત્કારમાં ઓઈલ સેક્રેટરીએ કહ્યું કે, ગત 4 વર્ષમાં રેકોર્ડ 8 કરોડ LPG કનેકશન આપવામાં આવ્યા છે. તેની સાથે જ મોટા સ્તર પર કૂકિંગ ગેસ સપ્લાઈનું નેટવર્ક પણ મજબુત કરાયુ છે. તેનુ પરિણામ એ આવ્યુ કે, દેશમાં આજે 29 કરોડ LPG યૂઝર્સ થઈ ચૂકયા છે.
વિતરણ કરાશે 1 કરોડ નવા કનેકશન
માત્ર ચાર વર્ષમાં ગરીબ મહિલાઓના ઘરોમાં વિક્રમજનક આઠ કરોડ મફત એલપીજી જોડાણો પૂરા પાડવામાં આવ્યા, જેનાથી દેશમાં એલપીજી વપરાશકારોની સંખ્યા આશરે 29 કરોડ થઈ ગઈ. આ મહિનાની શરૂઆતમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં
પ્રધાનમંત્રી ઉજ્જવલા (PMUY) યોજના અંતર્ગત એક કરોડથી વધુ મફત એલપીજી જોડાણોની જાહેરાત કરવામાં આવી હતી. સચિવે જણાવ્યું હતું કે, ‘અમારી યોજના બે વર્ષમાં વધારાના એક કરોડ જોડાણો આપવાનું લક્ષ્યાંક હાંસલ કરવાની છે.’ તેમણે કહ્યું કે, 2021-22ના બજેટમાં આ માટે કોઈ અલગ ફાળવણી કરવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે ફ્યુઅલ સબસિડી ફાળવણી માત્ર એક કનેક્શન દીઠ રૂ. 1,600 નો ખર્ચ પૂરો કરવા માટે પૂરતી હોવી જોઈએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31