Last Updated on March 2, 2021 by
દેશભરમાં 1 માર્ચથી કોરોના વેક્સીનેશનનું બીજુ ચરણ શરૂ થઈ ગયુ છે. આ કડીમાં મંગળવારે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સીન લગાવી છે. શાસ્ત્રી અમદાવાદની અપોલો હૉસ્પિટલમાં કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. આ વાતની જાણકારી રવિ શાસ્ત્રીએ ટ્વિટર દ્વારા આપી છે. સાથે જ તેણે વૈજ્ઞાનિકો અને હૉસ્પિટલની મેડિકલ ટીમને બીરદાવી છે.
રવિ શાસ્ત્રીએ ટ્વિટર પર લખ્યું કે, કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ મળ્યો. મહામારી વિરુદ્ધ ભારતને શસક્ત બનાવવા માટે ડૉકટરો અને વૈજ્ઞાનિકોને ધન્યવાદ. અપોલો હૉસ્પિટલમાં કાંતાબેન અને તેની ટીમથી પ્રભાવિત થયો છું.
58 વર્ષીય રવિ શાસ્ત્રીએ પોતાની કોચિંગમાં ભારતીય ટીમને નવી ટોપ પર પહોંચાડી છે. શાસ્ત્રીને 2017માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પસંદ કરવામાં આવ્યા હતા. તેની કોચિંગમાં ભારતો ઓસ્ટ્રેલિયાની ઘરતી પર સતત બે વાર ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહ્યું હતું. રવિ શાસ્ત્રી 2014થી 2016 સુધી ટીમ ઈન્ડિયાના ડાયરેકટર પણ રહી ચૂક્યા છે.
Got the first dose of COVID-19 vaccine. Thank you to the amazing medical professionals & scientists for empowering India ?? against the pandemic.
— Ravi Shastri (@RaviShastriOfc) March 2, 2021
Extremely impressed with the professionalism shown by Kantaben & her team at Apollo, Ahmedabad in dealing with COVID-19 vaccination pic.twitter.com/EI29kMdoDF
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31