Last Updated on March 2, 2021 by
વ્હાઇટ હાઉસ છોડયા પછી પોતાના પ્રથમ ભાષણમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાતાવરણને લગતો મુદ્દો ઉટાવ્યો હતો, તેની સાથે તેમણે પેરિસ કરાર સાથે ફરીથી જોડાવવા બદલ તેમના અનુગામી જો બિડેનની ટીકા કરી હતી. તેમનું કહેવું હતું કે આ પ્રકારના પગલાંથી શું હેતુ સરશે, અમેરિકા સ્વચ્છ થાય પરંતુ ભારત, રશિયા અને ચીન પ્રદૂષિત રહે તો પછી કોઈ અર્થ સરતો નથી.
ફ્લોરિડામાં ઓર્લાન્ડો ખાતે કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કમિટીમાં બોલતા ટ્રમ્પે બિડેન વહીવટીતંત્રની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે અમેરિકા તેમાં અયોગ્ય રીતે પરત ફર્યુ છે અને પેરિસ ક્લાઇમેટ સંધિ સારા ડીલની વાટઘાટના અભાવના લીધે ઘણી મોંઘી પડશે.
પહેલી વાત તો એ છે કે ચીને દસ વર્ષથી ખાસ કશું કર્યું નથી અને રશિયા પોતે પણ જૂના ધારાધોરણને અનુસરી રહ્યુ છે પરંતુ આપણે તેનો પ્રારંભ કરવાનો છે. તેના લીધે હજારો અને લાખો લોકોની આજીવિકા પર અસર પડશે. આ બાબત મોટી હોનારત સમાન હશે,
આમ છતાં પણ તેઓએ આ સંધિ કરી. ટ્રમ્પે તેમના ટેકેદારોની તાળીઓ વચ્ચે જણાવ્યું હતું કે આપણી હવા સ્વચ્છ છે અને પાણી સ્વચ્છ છે, પરંતુ આપણે સ્વચ્છ હોઇએ પણ ચીન, રશિયા અને ભારત પ્રદૂષિત હોય તો આપણે શું કરી શકીએ. તમે જાણો છો કે વિશ્વ બ્રહ્માંડનો નાનો હિસ્સો છે અને આપણે બધાને સંરક્ષિત કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ.
ટ્રમ્પે 2024ની પ્રમુખપદની ચૂંટણી માટે દાવેદારીના સંકેત આપ્યા
19મી ફેબુ્રઆરીના રોજ અમેરિકા સત્તાવાર રીતે પેરિસ વાતાવરણ સંધિમાં પરત ફર્યુ હતુ. અમેરિકાના પ્રમુખે આ સંધિ છોડયાના 107 દિવસ બાદ તે પરત ફર્યુ હતુ. ટ્રમ્પના નિર્ણયને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગટર્સે વૈશ્વિક પ્રદૂષણ અંકુશમાં લાવવાના અને વૈશ્વિક સુરક્ષાને વેગ આપવાના વૈશ્વિક પ્રયત્નો માટે મોટી નિરાશાભર્યો ગણાવ્યો હતો.
ટ્રમ્પ ભૂતકાળમાં પણ પ્રદૂષણ માટે ચીન, રશિયા અને ભારતની ટીકા કરી ચૂક્યા છે. ચીન વિશ્વમાં પ્રદૂષણ ફેલાવવામાં ટોચ પર છે. તેના પછીના ક્રમે અમેરિકા અને ભારત આવે છે. ટ્રમ્પે 2024માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડવાના સંકેત આપતા બિડેનની નીતિઓની આકરી ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમનો દેશ અમેરિકા ફર્સ્ટ અને અમેરિકા લાસ્ટની નીતિના માર્ગ પરથી એક મહિનામાં જ ઉતરી ગયો છે.
તેણે કહ્યું હતું કે અમે વ્હાઇટ હાઉસમાં પાછા આવીશું. અમે સેનેટમાં વિજય મેળવીશું અને રિપબ્લિકન પ્રમુખ વ્હાઇટ હાઉસમાં વિજેતા થશે. તેમણે નવો પક્ષ રચવાની સંભાવના નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ પ્રકારના પગલાંથી રૂઢિચુસ્તોના મતોનું વિભાજન થશે. તેમણે તેમના ટેકેદારોને 2022ની મધ્યવર્તી ચૂંટણીમાં ડેમોક્રેટ્સને હંફાવવા માટે તૈયાર રહેવા આહવાન કર્યુ હતુ.
ટ્રમ્પનો હુંકાર, અલગ પક્ષ રચવાની સંભાવના નકારી
ટ્રમ્પના મુખ્ય ટીકાકાર સેનેટર મિટ રોમ્ની સહિતના કેટલાક રિપબ્લિકન ઉમેદવારોએ જણાવ્યું હતું કે જો ટ્રમ્પ 2024માં રિપબ્લિકન પાર્ટી પ્રાઇમરી જીતી લે તો તેઓ તેમની રાષ્ટ્રપતિ તરીકેની દાવેદારીને સમર્થન આપે છે. ઓપિનિયલ પોલ દર્શાવે છે કે ટ્રમ્પ ભલે હારી ગયા પરંતુ તે બીજા રિપબ્લિકન ઉમેદવારોની તુલનાએ રિપબ્લિકન પાર્ટીના સભ્યોમાં અને ટેકેદારોમાં વધારે લોકપ્રિય છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે હાર્યા છતાં ટકીશું અને અમારી નીતિઓ પર દ્રઢ રહીશું. અમે ડેમોક્રેટ્સ કરતાં મજબૂત છીએ. આગામી વર્ષોમાં અમે અમેરિકાની સ્વતંત્રતાની મશાલ આગળ ધપાવીશું. તેમણે કહ્યું હતું કે બિડેન વહીવટીતંત્રની નીતિ સમાજવાદની છે. તેમણે બિડેનના 40 દિવસના શાસને રોજગાર, કુટુંબ, સરહદ, ઊર્જા, મહિલા અને વિજ્ઞાાન વિરોધી ગણાવ્યું હતું.
તેમણે પોતાની સિદ્ધિઓ ગણાવતા જણાવ્યું હતું કે તેમણે બિડેન વહીવટીતંત્રને કોવિડ-19ને નાથવા માટે આધુનિક યુગના ચમત્કાર સમી રસી ભેટમાં આપી હતી. તેની સાથે તેમણે 2020ની નવેમ્બર પ્રમુખપદની ચૂંટણીમાં તેમની સાથે મોટાપાયા પર છેતરપિંડી થઈ હોવાનો અને તે પોતે વાસ્તવમાં જીત્યા હોવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31