Last Updated on March 2, 2021 by
વડા પ્રધાન મોદી, બિહારના નીતીશ કુમાર અને હાલમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સલાહકાર તરીકે ફરજ નિભાવી ચૂકેલા ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના રાજકીય સલાહકાર બનાવ્યાની જાહેરાત કરીને તેમને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવાની પણ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે.
અત્રે યાદ આપવી ઘટે કે 2017માં પણ કિશોર જ ચૂંટણી રણનિતીના ઘડવૈયા હતા અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવી હતી. કિશોરને ફરીથી આ જવાબદારી સોંપવાની જાહેરાત ખુદ કેપ્ટન અમરિન્દરે ટ્વિટ દ્વરા કરી હતી.તેમણે લખ્યું હતું કે મેં ફરીવાર પ્રશાંત કિશોરને મારા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. દસ વર્ષ સુધી સત્તાની બહાર રહેનાર કેપ્ટનને એક બ્રાન્ડ રૂપે પ્રસ્તાપિત કરવામાં કિશોરની ભૂમિકા ખુબ જ અગત્યની રહી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31