GSTV
Gujarat Government Advertisement

રસીકરણ/ આજે સુપ્રિમ કોર્ટના જજોને અપાશે કોરોના વેક્સિન, નહીં મળે વેક્સિન પસંદગીનું ઓપ્શન

Last Updated on March 2, 2021 by

કોરોના રસીનો બીજો તબક્કો ગઈકાલે એટલે કે 1 માર્ચથી દેશભરમાંથી શરૂ થયો છે, બીજા તબક્કામાં, કોરોના વેક્સિન 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 થી 59 વર્ષની વયના ગંભીર રોગોથી પીડિત લોકોને આપવામાં આવી રહી છે. આ તબક્કામાં આજે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને તેમના પરિવારોને કોરોના રસી આપવાની છે.

30 ન્યાયાધીશોમાંથી એક જસ્ટિસ સૂર્ય કાન્ત 59 વર્ષના હોઈ તેમને રસી નહીં અપાય

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં બનેલા કોવાક્સિનનો પ્રથમ ડોઝ લઈને બીજા તબક્કાની શરૂઆત કરી હતી. પીએમ મોદી પછી, ઘણા મોટા નેતાઓએ કોવાક્સિનનો ડોઝ લીધો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના સિટીંગ અને પૂર્વ ન્યાયાધીશોને આજે કોરોના વેક્સિન આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 30 ન્યાયાધીશોમાંથી એક જસ્ટિસ સૂર્ય કાન્ત 59 વર્ષના છે, તેથી તેમને રસી આપવામાં આવશે નહીં.

આરોગ્ય મંત્રાલયે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કોરોના રસીને વિકલ્પ આપવા અંગેનો ખુલાસો આપ્યો

આ અગાઉ આરોગ્ય મંત્રાલયે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કોરોના રસીને વિકલ્પ આપવા અંગેનો ખુલાસો આપ્યો હતો. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે વિકલ્પો આપવાનો વિકલ્પ ખોટો છે. તેમને વેક્સિન પસંદ કરવાની મંજૂરી નથી. આ સંપૂર્ણપણે કો-વિન સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. અગાઉ એવું કહેવાતું હતું કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને બે રસીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેઓ કોવિશિલ્ડ અને કોવાક્સિન બેમાંથી એક પસંદ કરી શકે છે.

25 લાખ લોકોએ નોંધણી કરાવી

એક રિપોર્ટ મુજબ સોમવારે આશરે 25 લાખ લોકોએ Co-Win દ્વારા નોંધણી કરાવી છે. જો કે, તે જ સમયે કેટલાય લોકોને ઓટીપી મોડેથી આવવો, વેક્સિન -રસીકરણ માટે હોસ્પિટલ અથવા અન્ય જગ્યાઓની ઉપલબ્ધી ન હોવાનું અને co-win ના સર્વરને લઈને ઘણા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

સોમવારે લગભગ 6.4 લાખ એપોઈન્ટમેન્ટ બુક કરાવી હતી

અહેવાલમાં જણાવ્યા મુજબ સોમવારે લગભગ વેક્સિન માટે 6.4 લાખ એપોઈન્ટમેન્ટ બુક કરાવી હતી, જ્યારે 4.3 લાખ કોરોના રસી ડોઝ આપવામાં આવી હતી. તે જ સમયે મોટા ભાગના મામલામાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા યોગ્ય રીતે થઈ ગઈ. જ્યારે કેટલાક કિસ્સામાં શિડ્યુલિંગનું ઓપ્શન કામ નહોતું કરી રહ્યું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો