GSTV
Gujarat Government Advertisement

માર્ચની શરૂઆતથી જ સેન્સેક્સમાં ઊથલપાથલ, સેન્સેક્સ 50 હજાર સપાટી કુદાવી પાછો ફર્યો

Last Updated on March 2, 2021 by

ગત સપ્તાહના અંતિમ દિવસે બ્લેક ફ્રાઇડેનું નિર્માણ થયા બાદ કોરોના વેક્સિનના નવા તબકકાના પ્રારંભ સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ માર્ચ માસના પ્રારંભે શેરબજારમાં ધડબડાટી બોલી જવા પામી હતી. આજે કામકાજના અંતે સેન્સેક્સમાં 750 અને નિફ્ટીમાં 232 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.

વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થયાના અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર

આજથી કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં સામાન્ય પ્રજાને વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થયાના અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર થઈ હતી. આ ઉપરાંત વાહનને સ્ક્રેપમાં લઈ જવાની નવી નીતિનો અમલ તેમજ બેઉ આગેવાન શેરબજાર દ્વારા ટ્રેડિંગ સિસ્ટમ રાબેતા મુજબ ચાલી રહી હોવાના નિવેદનની બજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી.

બજારમાં સુધારાની ચાલ ઝડપથી આગળ વધી

આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ ઉંચા મથાળે થયા બાદ વિદેશી રોકાણકારો સહિત ચોમેરની લેવાલી પાછળ બજારમાં સુધારાની ચાલ ઝડપથી આગળ વધતાં સેન્સેક્સ ઇન્ટ્રા ડે 50,000ની સપાટી કુદાવ્યા બાદ ઉંચા મથાળે નફો બુક થતાં પાછો ફર્યો હતો.

કામકાજના અંતે 749.85 પોઇન્ટ ઉછળી 49849.84ની સપાટીએ મજબૂત રહ્યો

જો કે, આમ છતાં કામકાજના અંતે 749.85 પોઇન્ટ ઉછળી 49849.84ની સપાટીએ મજબૂત રહ્યો હતો. એનએસઇ ખાતે પણ કામકાજનો પ્રારંભ ઉંચા મથાળે થયા બાદ નિફ્ટી ઇન્ટ્રા ડે વધીને 14806ને સ્પર્શ્યા બાદ પાછી ફરી હતી.

વિદેશી રોકાણકારોએ આજે 125 કરોડની નવી લેવાલી હાથ ધરી

જો કે, આમ છતાં કામકાજના અંતે તે 232.70 પોઇન્ટ ઉછળી 14761.55ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બી.એસ.ઇ. માર્કેટ કેપ) રૂા. 2.95 લાખ કરોડે પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે 125 કરોડની નવી લેવાલી હાથ ધરી હતી. બીએસઇ પર આજે 396 શેરોમાં તેજીની સર્કિટ અમલી બની હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો