Last Updated on March 2, 2021 by
ડિઝિટલ પેમેન્ટ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસીઝ કંપની PAYTM ડિઝિટલ ટ્રાંઝેક્શનના મામલામાં સતત યૂઝર્સ વચ્ચે પસંદગીની પેમેન્ટ એપ બની રહી છે. આ જ કારણ છે કે PAYTM બીજા મહીને પણ ડિઝિટલ ટ્રાંઝેક્શનમાં 1 અરબનો આંકડો પાર કરી દીધો છે. PAYTMએ પોતાના UPL વોલેટ દ્વારા ડિઝિટલ ટ્રાંઝેક્શનમાં 1 અરબનો આંકડો પાર કર્યો છે. આ સતત બીજો મહિનો છે જ્યારે PAYTMનું ટ્રાંઝેક્શન 1 અરબથી વધુ થયું છે. PAYTMની મંથલી ગ્રોથ 15 %થી વધુ છે. કંપનીનો દાવો છે કે લગભગ 1.70કરોડ મર્ચેંટ્સે તેમની સર્વિસ સ્બ્સ્ક્રાઈબ કરી છે.
શું કહેવું છે PAYTMનું ?
PAYTMના વાઈસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર યાદવે કહ્યું કે, અમે અમારા યૂઝર્સને ડિઝિટલ ટ્રાંઝેક્શન માટે અનેક સુવિધાઓ આપી છે. તેનાથી અમે માર્કેટમાં વધુ મજબૂત રહ્યા છીએ. અને ઝડપથી આગળ વધી રહ્યા છીએ. મોટી સંખ્યામાં યૂઝર્સ PAYTM સાથે પોતાનો ડિઝિટલ સફર શરૂ કર્યો છે.
PAYTMએ કહ્યું કે, અમે ઈનોવેટિવ QR કોડ શરૂ કર્યો છે. જેથી નાના દુકાનદારોને ડિઝિટલ પેમેન્ટમાં સરળતા થઈ શકે છે. આ ઉપરાંત PAYTMએ જણાવ્યું કે કંપની દેશના 6 લાખથી વધુ ગામો સુધી ડિઝિટલ પેમેન્ટની સુવિધા પહોંચાડવામાં આવી છે. ત્યાં જ 20 લાખથી વધુ મર્ચેંટ્સનું ઓનલાઈન ટ્રાંઝેક્શનની ટ્રેનિંગ આપવામાં આવી છે.
UPIમાં વધી રહી છે કંપનીની ભાગીદારી
PAYTM ઝડપથી UPIમાં પોતાની ભાગીદાગી વધારી રહ્યું છે. UPI ટ્રાંઝેક્શનમાં PAYTM પેમેન્ટ બેંકનું ટ્રાંઝેક્શન જાન્યુઆરીમાં 33.26 કરોડ રહ્યું. ત્યારે જાન્યુઆરીમાં ફોનપેનું ટ્રાંઝેક્શન 96.87 કરોડ અને GOOGLE PAYનું 85.35 કરોડ રહ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31