GSTV
Gujarat Government Advertisement

રસીકરણ/ જે લોકો સક્ષમ છે તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ : મોદી સરકારે કરી અપીલ

કોરોના

Last Updated on March 2, 2021 by

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વેક્સિન બજારમાં સામાન્ય માણસો માટે દવાઓની જેમ ઉપલબ્ધ નહીં બને. ભવિષ્યમાં આવી કોઇ યોજના પણ નથી. કારણ કે જે કોરોના વેક્સિન બનાવવામાં આવી છે., તે માત્ર ઇમરજન્સી ઉપયોગ માટે જ બનાવવામાં આવી છે. વેક્સિનને નિષ્ણાંતો અને ડોક્ટોરોની નજર હેઠળ રાખવામાં આવી છે. જેથી તેને હાલમાં બજારમાં મુકી શકાય નહીં.

કોરોના

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને લોકોને આ અપીલ કરી

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સાથે જ અપીલ કરી છે કે જે લોકો સક્ષમ છે, તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ. પછી તે કોઇ મંત્રી હોય, સાંસદ હોય કે કોઇ પણ વ્યક્તિ હોય. તેમણે કહ્યું કે આવું કરવાથી જે લોક ખરેખર જરુરિયાતમંદ છે તેમને મફતમાં કોરોના વેક્સિન મળી શકશે.

કોરોના

પીએમ મોદીએ ભારત બાયોટેકની કોરોના કોવેક્સિન લગાવીને સ્વદેશીનો સંદેશ આપ્યો

સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિન લગાવીને સ્વદેશીનો સંદેશ આપ્યો છે. સાથે જ તમામ પ્રકારની અફવાઓ અને લોકોના ભ્રમ ઉપર પણ પૂર્ણવિરામ લગાવ્યું છે. તમામ સવાલોના જવાબ આજે વડાપ્રધાને આપી દીધા છે. જ્યારે તેમને કોંગ્રેસે ઉઠાવેલા સવાલો વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસના સવાલો જવાબ દેવાને લાયક પણ નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો