Last Updated on March 2, 2021 by
BJP નેતા અને રાજ્ય સભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર દ્વારા ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા નાણાકિય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકનાં GDPનાં આંકડા પર સવાલો ઉઠાવ્યા છે, સ્વામીએ કહ્યું છે કે કેટલાક ઇંન્ડેક્સની મદદ લેવામાં આવેતો GDP માઇનસ 10થી 15 ટકા (-10 થી -15%) થઇ શકે છે, અત્રે ઉલ્લેખનિય છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં પોઝિટિવ (+0.4%) બતાવવામાં આવ્યું છે.
મોદી સરકારે જાહેર કરાયેલા આંકડામાં GDP ને પોઝિટિવ +0.4% બતાવવામાં આવ્યું છે
સ્વામીએ કહ્યું કે Laspeyres પ્રાઇઝ ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરવામાં આવે તો ડિસેમ્બર ત્રિમાસિકની GDP વૃધ્ધી -10 ટકા અને Paasche ઇન્ડેક્સનો ઉપયોગ કરવામાં આવે તો તે -15 ટકા હોઇ શકે છે, આ ઇંન્ડેક્સમાં MSME અને અસંગઠિત સેક્ટરનાં આંકડાનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેમાં નેગેટિવ ગ્રોથ થઇ છે.
India's Q3 GDP growth -15% using Paasche Index: Subramanian Swamy https://t.co/7PMNfUVh7c via @BT_India
— Subramanian Swamy (@Swamy39) March 1, 2021
સ્વામીએ એક ટ્વીટમાં કહ્યું MSME અને અસંગઠિત સેક્ટરમાં થયેલા નેગેટિવ ગ્રોથનાં ગેસ્ટીમેટને GDPમાં ઉમેરવામાં આવે તો Laspeyres પ્રાઇઝ ઇન્ડેક્સનાં મુજબ GDP વૃધ્ધી -10 ટકા થશે, નહીં કે +0.4%. આ જ પ્રકારે Paasche ઇન્ડેક્સનો ઉપયોગ કરીએ તો તે -15 થશે.
હકીકતમાં Paasche ઇન્ડેક્સથી અર્થતંત્રમાં કિંમતનાં સ્તર, રહેણીકરણી પાછળનો ખર્ચ અને મોંઘવારીનું અનુમાન લગાવવામાં આવે છે, આ જ પ્રકારે Paasche ઇન્ડેક્સથી વસ્તુંઓ અને સર્વિસની કિંમતો અને તેની માત્રામાં થયેલા બદલાવનાં મુંજબ કિંમતોમાં ફેરફારનું માપન કરવામાં આવે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31