Last Updated on March 1, 2021 by
પાકિસ્તાન રોડના માર્ગ દ્વારા ભારતને કપાસની આયાત (Pakistan may resume import of cotton) ની મંજૂરી આપી શકે છે. નિયંત્રણ રેખા (Loc) પર નવા સંઘર્ષવિરામ સમજૂતી બાદ બંને દેશોની વચ્ચે દ્રિપક્ષીય સંબંધ ફરીથી પુન:સ્થાપિત થવાની સંભાવનાઓ વધી છે. રવિવારના રોજ મીડિયાના એક રિપોર્ટમાં આવી જાણકારી સામે આવી છે. વાણિજ્ય મંત્રાલયમાં સૂત્રોના હવાલેથી એક ન્યુઝપેપરમાં જણાવવામાં આવ્યું કે, ‘વાણિજ્ય પર પ્રધાનમંત્રીના સલાહકાર અબ્દુલ રજાક દાઉદ આ અંગે નિર્ણય લઇ શકે છે કે આગામી સપ્તાહથી ભારતથી કપાસ અને દોરાને આયાત કરવાનું છે.’
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘કપાસની ઊણપનો મુદ્દો પહેલેથી જ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ધ્યાને લાવી દેવાયો છે. ઇમરાન ખાન પાસે વાણિજ્ય મંત્રાલયનો પ્રભાર છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘એક વાર સૈદ્ધાંતિક નિર્ણય થયા બાદ મંત્રિમંડળની આર્થિક સંયોજન સમિતિ સમક્ષ ઔપચારિક આદેશ રાખવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, આને વિશે આંતરિક ચર્ચા થઇ ચૂકી છે પરંતુ અંતિમ નિર્ણય પ્રધાનમંત્રીની પરવાનગી બાદ લેવામાં આવશે. પાકિસ્તાન હાલમાં કોટનની ઊણપ સામે ઝઝૂમી રહ્યું છે. ઇમરાન ખાન હાલમાં દેશના વાણિજ્ય મંત્રી પણ છે.
2003 માં યુદ્ધવિરામનો કરાર થયો હતો
વર્ષ 2003માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો હતો, પરંતુ આ કરારનો ક્યારેય અમલ ન હોતું કરવામાં આવ્યું. પાકિસ્તાન પોતાના આતંકવાદી યોજનાને અટકાવી નથી રહ્યું, જેના કારણે બંને દેશોના સંબંધો આજે પણ મૈત્રીસભર નથી. ખાસ કરીને વર્ષ 2019માં, જ્યારે સરકારે જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધો ત્યારે પાકિસ્તાન તેનાથી ભ્રમિત થઈ ગયું. ત્યાર બાદ તેમણે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશનને હટાવવાનો આદેશ આપ્યો હતો.
2019 માં તમામ સંપર્ક પાકિસ્તાને તોડી દીધાં
પાકિસ્તાન એટલે જ ના રોકાયું. તેનાથી ભારતની સાથે તમામ હવાઇ અને ભૂમિ સંપર્ક પણ બંધ કરી દેવામાં આવ્યાં. આ સાથે જ વેપાર અને રેલ્વે સેવાઓને પણ અટકાવી દેવામાં આવી. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનને આ વર્ષે કપાસની 12 કરોડ ગાંસડીની જરૂરિયાત છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે પાકિસ્તાન ફક્ત 7.7 મિલિયન ગાંસડીનું ઉત્પાદન કરી શકશે. બાકીની 5 મિલિયન ગાંસડીની તે આયાત કરશે.
ભારતથી આયાત કરવા પર પાકિસ્તાનને અનેક ફાયદાઓ
આમ તો કોટનની ઊણપ હોવા પર પાકિસ્તાન કપાસની આયાત અમેરિકા, બ્રાઝીલ અને ઉઝબેકિસ્તાન જેવાં દેશો દ્વારા કરે છે એવામાં ભારતમાંથી આયાત કરવું પાકિસ્તાનને વધારે સસ્તુ થશે, આ સાથે જ 3-4 દિવસોમાં તે પહોંચી પણ જશે. બીજા દેશોથી આયાત કરવા પર કિંમત પણ વધારે હશે અને આ સાથે જ પહોંચવામાં 2 મહીનાનો સમય લાગશે.
પાકિસ્તાની ઇકોનોમીમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું મોટું યોગદાન
પાકિસ્તાનની જીડીપી 278 બિલિયન ડોલર (અંદાજે 20 લાખ કરોડ રૂપિયા) ની નજીક છે. આનો અર્થ કોટન આધારિત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો આકાર અંદાજે 27 બિલિયન ડોલર એટલે કે અંદાજે 2 લાખ કરોડ રૂપિયા છે. જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને કોટન નહીં મળે તો અંદાજે 2 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે પ્રભાવિત થશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31