Last Updated on March 1, 2021 by
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હવે પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહનાં મુખ્ય સલાહકાર હશે. પંજાબ કેબિનેટે તેમની નિમણૂંક પર સિક્કો મારી દીધો છે. પ્રશાંત કિશોરને કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.
#PunjabCabinet clears the appointment of Shri @PrashantKishor as Principal Advisor to the Chief Minister @capt_amarinder Singh in the rank and status of a Cabinet Minister. pic.twitter.com/Nk5cCj6CSG
— Government of Punjab (@PunjabGovtIndia) March 1, 2021
પ્રશાંત કિશોરની આ નિમણૂંક એવા સમય પર થઇ છે, જ્યારે તે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમુલની સફળતા અપાવવા માટે પાર્ટીની રણનિતી બનાવવામાં લાગ્યા છે. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે ટીએમસીનું વલણ શું થાય છે.
Happy to share that @PrashantKishor has joined me as my Principal Advisor. Look forward to working together for the betterment of the people of Punjab!
— Capt.Amarinder Singh (@capt_amarinder) March 1, 2021
પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહએ પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે, અમરિંદર સિંહે ટ્વિટ કર્યું, ”આ જણાવતા હું ખુશી અનુભવું છું કે કિશોર હવે મારા મુખ્ય સલાહકાર હશે. પંજાબનાં લોકોની સુખાકારી માટે સાથે કામ કરવા અંગે હું આશાન્વીત શું.”
કિશોરે વર્ષ 2017માં પંજાબ વિધાનસભા દરમિયાન કોંગ્રેસમાં ચૂંટણી અભિયાનની ધુરા સંભાળી હતી. વર્તમાનમાં કિશોરની કંપની ઇન્ડિયન પોલિટિકલ એક્સન કમિટિ પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસની મદદ કરી રહી છે. કિશોરે વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનાં વડાપ્રધાન પદ માટે અભિયાનની કમાન સંભાળી હતી. તેમણે નિતીશ કુમારની પાર્ટી જેડીયુમાં નંબર બેની ભુમિકા પણ નિભાવી હતી પરંતું થોડા સમયમાં જ તે અલગ થઇ ગયા હતાં.