Last Updated on March 1, 2021 by
કીવી એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ફ્રૂટ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ અમૃત સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે હેલ્થની સાથે-સાથે સ્કિનને ગ્લોઇંગ અને ફ્રેશ બનાવવા માટે પણ કીવીનો ઉપયોગ કરવામાં આવે છે. કીવીના ફેસપેકને તમે અલગ-અલગ વસ્તુઓની સાથે મિક્સ કરીને બનાવી શકો છો અને આ બદલાતી ઋતુમાં સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી સ્કિન થોડાક સમયની અંદર ગ્લોઇંગ દેખાવા લાગે છે. આ સ્કિનને પોષણ પ્રદાન કરે છે અને કરચલીઓની સમસ્યાઓને પણ ખત્મ કરે છે.
કીવીના ફેસપેકના ફાયદા :-
કીવીમાં વધારે પ્રમાણમાં વિટામિન-સી અને ફાઇટોકેમિકલ્સ હોય છે. કીવીમાં ફેનોલિક્સ અને કેરોટેનૉઇડ હોય છે, જે સ્કિન માટે ખૂબ જ લાભદાયી હોય છે. કીવામાં રહેલા તમામ વિટામિન્સ ત્વચાને હીલ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કીવીમાં કોલેજન પણ હોય છે. કોલેજન એક પ્રકારનું પ્રોટીન હોય છે જે ત્વચાને સ્વસ્થ બનાવી રાખે છે. આ સાથે જ આ ખીલ માટે ખૂબ જ ઉપયોગી છે. કીવામાં રહેલા એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓથી છૂટકારો અપાવે છે.
કીવીનું ફેસપેક :-
દહીં અને કીવીનું ફેસપેક
કીવી અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી તેની ગુણવત્તા વધારે વધી જાય છે. આ ફેસપેકથી સ્કિન કોમળ અને ચમકદાર બને છે. આ ફેસપેકથી ત્વચાને ઇલાસ્ટિસિટિ પણ મળે છે.
સામગ્રી :-
- એક કીવીનું પલ્પ
- 1 ચમચી દહીં
બનાવાની રીત :-
- એક બાઉલમાં કીવીનું પલ્પ લો અને તેમાં દહીંને સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણને પોતાની ડોક અને ચહેરા પર સારી રીતે લગાઓ.
- 15 થી 20 મિનિટ સુધી તેને ચહેરા પર લગાવીને રહેવા દો.
- થોડીકવાર બાદ હુંફાળા ગરમ પાણીથી ચહેરાને ધોઇ નાંખો.
કીવી અને બદામનો ફેસપેક
કીવીની સાથે બદામનો ઉપયોગ કરવાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થાય છે. બદામમાં રહેલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ ત્વચાને જીવંત બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ આ ફેસ પેક ત્વચાને એક્સફોલિયેટ કરવાનું કામ પણ કરે છે. તેનો ઉપયોગ ટેનિંગ ઓછું કરવા માટે પણ કરી શકાય છે.
સામગ્રી :-
- 1 કીવી
- 3 થી 4 બદામ
- 1 ચમચી બેસન
બનાવાની રીત :-
- બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો.
- બીજા દિવસે બદામ, બેસન અને કીવીના પલ્પને મિક્સરમાં નાંખીને પેસ્ટ બનાવી લો.
- હવે આ ફેસપેકને ચહેરા અને ડોક પર લગાઓ.
- 15 થી 20 મિનિટ પછી પોતાના ચહેરાને પાણીથી ધોઇ નાંખો.
લીંબુ અને કીવી ફેસપેક
કીવી અને લીંબૂને એક સાથે લગાવવાથી આ ફેસપેકની ગુણવત્તા વધારે વધી જાય છે. લીંબૂમાં વિટામિન-સી હોય છે, જે ત્વચા માટે એન્ટી-ઑક્સેડેન્ટનું કામ કરે છે. લીંબૂ હાનિકારક યૂવી રેઝથી પણ ત્વચાની સુરક્ષા કરે છે.
સામગ્રી :-
- 1 કીવી
- 1 ચમચી લીંબૂનો રસ
બનાવવાની રીત :-
- કીવીનું પલ્પ કાઢીને સારી રીતે મેશ કરી લો.
- હવે તેમાં લીંબૂનો રસ સારી રીતે મિક્સ કરી લો.
- પોતાના ચહેરા અને ડોક પર આ મિશ્રણને લગાઓ.
- 15 થી 20 મિનિટ પછી પાણીથી ધોઇ નાંખો.
કીવી અને કેળાનું ફેસ માસ્ક
કેળાથી ત્વચા ચિકણી અને કોમળ બની રહે છે. આ કારણથી જો તમે કીવી અને કેળાનો એક સાથે ઉપયોગ કરશો તો ત્વચા વધારે સાફ અને ચમકદાર લાગશે. તેમાં એક્સ-ફોલિયેટ ગુણ પણ હોય છે જે સન બર્નથી બચાવ કરે છે.
સામગ્રી :-
- 1 કીવી
- 1 મોટી ચમચી ક્રશ કરેલું કેળુ
- 1 મોટી ચમચી દહીં
આ રીતે બનાઓ :-
- એક બાઉલમાં કીવીના પલ્પ અને કેળાને સારી રીતે મિક્સ કરી લો.
- તેમાં હવે દહીં નાંખો અને સારી રીતે મિક્સ કરતા એક જાડી પેસ્ટ બનાવી લો.
- તેને પોતાના ચહેરા અને ડોક પર લગાઓ.
- 20 થી 30 મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઇ નાંખો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31