Last Updated on March 1, 2021 by
દેશભરના નેશનલ હાઇવે પર હવે ફાસ્ટેગ (FASTAG) ફરજિયાત થઇ ગયું છે. રોજનું 95 કરોડનું કલેક્શન FASTAG ના આધારે ટોલનાકાઓ પર કરવામાં આવી રહ્યું છે. સરકાર ડિજિટલ ટોલ કલેક્શન (Digital Toll Collection) ના આધારે ટોલ પ્લાઝા પર લાગનારા ટ્રાફિક જામને ખત્મ કરવા ઇચ્છે છે. જેમાં સરકારને સફળતા પણ મળી રહી છે તેમ છતાં જો ભવિષ્યમાં ક્યારેક ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે તો સરકારે તેનો પણ વિચાર કરી રાખ્યો છે.
Toll Plaza ઓનલાઇન ટ્રેકિંગ સિસ્ટમ એપ લોન્ચ
બીજી વાર જ્યારે તમે નેશનલ હાઇવે પર નીકળશો તો પહેલેથી જ તમે જોઇ શકશો કે કોઇ ટોલ પ્લાઝા પર કેટલો ટ્રાફિક જામ લાગેલો છે, આ હિસાબથી તમે તમારો રૂટ અને પ્લાન પણ બદલી શકો છો. એ માટે માર્ગ પરિવહન મંત્રાલય (Ministry of Road and Transport) એ આજે એક રિયલ ટાઇમ ઓનલાઇન ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ એપ લોન્ચ કરી છે, આ એપ પર તમને ટોલ નાકાઓ પર મિનીટ દર મિનીટની અપડેટ મળતી રહેશે.
ટ્રાફિક વધશે તો ફ્રી થઇ જશે FASTag
આ સિવાય માર્ગ અને પરિવહન મંત્રાલય આ વાત પર પણ વિચાર કરી રહ્યું છે કે, ‘કોઇ ટોલ પ્લાઝાની FASTags લેન પર જો ટ્રાફિક નક્કી કરેલા સમયથી વધારે થઇ જાય છે તો તેને ફ્રી કરી દેવામાં આવશે. એ માટે ત્રણ કલર કોડ સિસ્ટમ હશે, જેમાં ગ્રીન, યલો અને રેડ. જેવું કોઇ ટોલ પ્લાઝા પર ટ્રાફિક રેડ લાઇનને પાર કરશે, ટોલ પ્લાઝાને ફ્રી કરીને ટ્રાફિક ખોલી દેવામાં આવશે, જો કે આને હજી પાયલટ પ્રોજેક્ટની રીતે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.
RFID થી ચેક થઇ જશે ગાડીના ડોક્યુમેન્ટ્સ
લોકોને ગાડીના ડોક્યુમેન્ટ્સ દેખાડવા માટે ટ્રાફિક પોલીસનો સામનો નહીં કરવો પડે, RFID ના આધારે તમારી ગાડીના ડોક્યુમેન્ટ્સ સ્કેન થઇ જશે અને તમારે ત્યાં રોકાવાની પણ જરૂરિયાત નહીં પડે, તેનાથી પોલીસનો પણ સમય બચશે અને મુસાફરોનો પણ.
FASTags થી વેઇટિંગ સમય પણ ઘટ્યો
માર્ગ અને પરિવહન મંત્રાલયે જણાવ્યું કે, FASTags લેનમાં હવે વોટિંગ પીરિયડ તેજીથી ઘટી રહ્યો છે, પહેલાં વેઇટિંગ પીરિયડ 464 સેકન્ડનો હતો, હવે ઘટાડીને 150 સેકન્ડ રહી ગયો છે. એટલે કે, FASTAGS જેવી ઇલેક્ટ્રોનિક ટોલ પેમેન્ટ સિસ્ટમથી લોકોનો વધારે સમય બચી રહ્યો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31