Last Updated on March 1, 2021 by
ઉત્તર પ્રદેશના આગરામાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં પતિ-પત્નીનો ઝઘડો પોલીસ થાનામાં પહોંચ્યો. ત્યારે પોલીસે પતિને ત્રણ કસમ અપાવી. પત્નીની ફરિયાદ હતી કે પતિ તેના પર ધ્યાન નથી આપતો. અને હવે તે પતિને છોડવા માંગે છે. આ મામલો પરિવાર પરામર્શ કેન્દ્રમાં પોલીસ અને કાઉન્સલર સામે પહોંચ્યો ત્યારે તેમણે પતિને ખીજાઈને તેને ત્રણ કસમ ખાવા માટે મનાવી લીધો. આ કસમમાં સમયસર ઘરે આવવું અને પત્નીને બજારમાં ફરવા લઈ જવાનું પણ સામેલ છે.
આ મામલો આગરાના તાજગંજ વિસ્તારનો છે. જ્યાં એક દંપતિનો ઝઘડો એટલો વધી ગયો કે પોલીસ સુધી પહોંચી ગયો હતો. દંપતિના બે બાળકો છે અને વાત તલાક સુધી પહોંચી ગઈ હતી. પત્નીની ફરિયાદ હતી કે તે લગ્ન બાદ રોજ રાત્રે મોડો આવે છે અને સવારે જલ્દી કામ પર જતો રહે છે. તે પત્ની સાથે સમય વીતાવતો નથી અને તેણીની વાતો પર ધ્યાન પણ આપતો નથી. એવામાં પતિથી નારાજ થઈ પત્ની પિયર જતી રહી અને તલાકની માંગ લઈને પોલીસમાં ફરીયાદ દાખલ કરાવી. પોલીસે આ મામલાને ફેમિલી કાઉન્સલર પાસે મોકલી દીધો હતો.
આ રીતે થઈ વાત
રવિવારે પતિ-પત્ની ફેમિલી કાઉન્સલર પાસે પહોંચ્યા તો પત્નીએ છૂટાછેડા લેવાની જીદ પકડી હતી. પત્નીનો આરોપ હતો કે પતિ તેના પર ધ્યાન નથી આપતો અને તેની સાથે ક્યાંય બહાર પણ નથી જતો. જો કે પતિનું કહેવું છે કે તે પ્રાઈવેટ નોકરી કરે છે જેમાંથી તેને સમય મળતો નથી. મામલો સુલજાવા માટે કાઉન્સલરે પતિને ત્રણ કસમ ખાવા માટે કહ્યું, જેમાં સમયસર ઘરે આવવું અને મોડું થવા પર પત્નીને ફોન કરી જાણકારી આપવી. સપ્તાહમાં ઓછામાં ઓછા 2 વખત પત્નિને બજારમાં ફરવા લઈ જવી અને તેની વાતોને ધ્યાનથી સંભળી અને જવાબ આપવો. પોલીસે પતિને આ ત્રણ કસમ માનવા માટે સખત સૂચના આપી છે. જે બાદ પત્ની ઘરે પરત આવવા રાજી થઈ હતી. પોલીસે કહ્યું કે જો પતિ આ વાત નહીં માને તો તે ફરી ફરીયાદ કરી શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31