GSTV
Gujarat Government Advertisement

અહીં મળી રહી છે સસ્તી લોન/ માત્ર એક સિસ્ડ કોલ અથવા SMS કરો, આટલું આપવું પડશે વ્યાજ

લોન

Last Updated on March 1, 2021 by

દેશના સીનિયર સિટિઝનો માટે ભારતીય સ્ટેટ બેંક તરફથી એક ખાસ યોજના રજૂ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ દેશના વરિષ્ઠ નાગરિક એક સાથે 14 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. અને તેના માટે તમારે માત્ર એક મિસ્ડ કોલ કરવો પડશે. સાંભળવામાં થોડું અટપટું લાગી રહ્યું છે પરંતુ આ સાચી વાત છે. હવે એક મિસ્ડ કોલ પર મેળવો 14 લાખ રૂપિયા સુધીની લોન. તમારે SBIના આ નંબર 7208933142 પર એક મિસ્ડ કોલ કરવો પડશે.

લોન

સામાન્ય રીતે લોન લેવા માટે ઘણી મોટી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અનેક પ્રકારના વેરિફિકેશન સિવિલ સ્ટોર અને અનેક વ્યવસ્થા કરવી પડે છે. પરંતુ સ્ટેટ બેંક જે ઓફર લઈને આવી છે તે માત્ર એક મિસ્ડ કોલથી લોન પાસ થઈ જશે. તેના માટે મિસ્ડ કોલ ઉપરાંત તમે SMS પણ કરી શકો છો. SMS અથવા મિસ્ડ કોલ દ્વારા અરજી કરી શકાય છે.

શું કરવું પડશે

તમારે કોઈ પણ મોબાઈલ ફોનથી SBIના આ નંબર પર 7208933142 પર માત્ર એક મિસ્ડ કોલ કરવાનો રહેશે. ત્યારબાદ બેંક તરફથી તમને આ નંબર પર કોલ બેક આવશે. આ સાથે જ તમારા લોનના આવેદનની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ લોનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં પ્રોસેસિંગ ચાર્જ ખુબ ઓછો લાગે છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટ પણ ઘણી ઓછા આપવા પડે છે.

પેંશન લોનના જરૂરી દસ્તાવેજ

અન્ય લોનની અપેક્ષાએ SBI પેંશન લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ ખૂબ ઓછા લાગે છે. આ લોન માટે તમારે એક ઓળખ પત્રની જરૂરત રહેશે. તેના માટે તમે તમારો પાસપોર્ટ, પેન કાર્ડ, મતદાતા ઓળખ પત્ર, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેંક ખાતા, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત અન્ય કોઈ પણ દસ્તાવેજ આપી શકો છો.

SBI પેંશન લોનની ખાસ વાતો

  • તેમાં પ્રોસેસિંગ ફી ઓછી છે.
  • લોનનું પ્રોસેસિંગ જલ્દી થાય છે.
  • કોઈ પણ SBI બ્રાંચમાં આવેદન કરી શકાય છે.
  • કોઈ વધારાનો ખર્ચ થતો નથી.
  • ફોન કોલ સાથે જ લોનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.
  • SBIના માધ્યમથી સરળ EMI
  • આ ઉપરાંત દસ્તાવેજ પણ ઓછા આપવા પડે છે.

ક્યા લોકોને મળી શકે છે લોન

SBI પેંશન લોન લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના પેંશન હોલ્ડર્સ આવેદન આપી શકે છે. આ સાથે જ તેમની આયુ 76 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ઓછી હોવી જોઈએ. તેમનું પેંશન SBI ખાતામાં હોવું જોઈએ. આ ઉપરાંત પેંશનર માટે આ અનિવાર્ય હશે કે તે લોન પીરિયડમાં ટ્રેજરીને આપેલ પોતાના અધિદેશમાં કોઈ ફેરફાર કરશે નહીં. જો કે, ડિફેન્સ પેંશનર્સ માટે કોઈ ન્યૂનત્તમ આયુ નિર્ધારિત કરવામાં આવી નથી. SBI પેંશન લોનનો વ્યાજ દર 9.75 % વાર્ષિક શરૂ થાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો