Last Updated on March 1, 2021 by
આપણે કોઈપણ વાતની માહિતી Google Search કરવાની આદત બની ગઈ છે. આપણે કંઈ પણ જાણવા માટે Google Searchનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે ગુગલ પર ઘણી એવી વસ્તુઓ છે જેને સર્ચ ન કરવી જોઈએ. આજે અમે તમને એવી જ વસ્તુઓ વિશે જણાવીશું કે ગુગલ પર શુ સર્ચ કરવુ અને શુ ન કરવું.
બેંક વેબસાઈટ
આપણે મોટાભાગે ઓનલાઈન બેંકિંગ કરીએ છીએ. પરંતુ તમારે કયારેય પણ બેંકિંગ માટે ગુગલ સર્ચ ન કરવુ જોઈએ. આ દિવસોમાં બેંકિંગ ફ્રોડ માટે સાઈબર ક્રિમિનલ બેંકની નકલી વેબસાઈટો બનાવી લે છે. તે જોવામાં આબેહૂબ અસલી બેંક જેવી જ લાગે છે. આ સાઈટોની મદદથી ક્રિમિનલ તમારી બેંકની ડિટેલ ચોરી શકે છે. તમારુ બેંક ખાતુ પણ ખાલી થઈ શકે છે.
કસ્ટમર કેર નંબર
GOOGLE SERCHમાં કસ્ટમર કેરના નંબરોને કયારેય ન શોધવા જોઈએ. સાઈબર ક્રિમિનલ તમને ખોટો કસ્ટમર નંબર આપીને તમારી ખાસ જાણકારી ચોરી કરી શકે છે. બાદમાં તે જાણકારીઓની મદદથી તમને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે.
એપ્સ અથવા સોફટવેર
મોબાઇલ એપ્લિકેશનો અને સ સોફ્ટવેર તમારું જીવન સરળ બનાવે છે. પરંતુ ઘણી વખત સાયબર ગુનેગારો ગૂગલ સર્ચમાં સમાન એપ્લિકેશનો અને સોફ્ટવેર લગાવે છે. જલદી તમે તેને ડાઉનલોડ કરો છો કે તરત જ, તમારા ફોન અને કમ્પ્યુટરથી મહત્વપૂર્ણ માહિતી ચોરી કરે છે. તમારા ફોન અને કમ્પ્યુટરમાં વાયરસનું જોખમ પણ વધે છે.
સરકારી સ્કિમ
સરકારી સ્કિમ દ્વારા લોકો પાસેથી ધોખાધડીના કેસો વધ્યા છે. તે જ કારણ છે કે, ગુગલ સર્ચ કોઈપણ સરકારી સ્કીમ વિશે જાણકારી ન લેવી જોઈએ. સારુ રહેશે કે તમે તેની ઓફિશિયલ સાઈટસ પર જઈને જ તેની માહિતી લો.
કૂપન કોડ
આ દિવસોમાં ઓનલાઈન શોપિંગ દરમ્યાન કેટલાક કૂપન કોડ દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પરંતુ કેટલીક વાર તમે મફતમાં કૂપન કોડ શોધવા માટે ગુગલ સર્ચ પણ કરો છો. એકસપર્ટનુ કહેવુ છે કે, કૂપન કોડ શોધવા માટે ગુગલ સર્ચની મદદ ન લેવી જોઈએ. હેકર્સ અને સાઈબર ક્રિમિનલ્સ નકલી કૂપન કોડના બદલામાં તમારી કેટલાક પ્રકારની ખાનગી અને બેંકની જાણકારી કલેકટ કરી લે છે. અને તમને ચપાટ લગાવી શકે છે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31