Last Updated on March 1, 2021 by
દેશમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો હતો. વડાપ્રધાન મોદી બાદ હવે કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના સાંસદો અને ધારાસભ્યો પણ વેક્સિન લેશે. જાણવા મળ્યા મુજબ મોદી સરકારના મોટા ભાગના મંત્રીઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં જ રસી લેશે. સાંસદો અને ધારાસભ્યોએ પણ પોતાના ક્ષેત્રમાં રસી લેવી પડશે.
ભાજપના સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ આગામી એક સપ્તાહમાં રસી લેશે અને તેઓ સૌ પૈસા ચુકવીને જ રસી લેશે. કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકો, ગંભીર બીમારી ધરાવતા 45 વર્ષથી વધારે ઉંમરના લોકો વેક્સિનનો લાભ લેશે.
એક અહેવાલ પ્રમાણે પાર્ટીએ જનપ્રતિનિધિઓને પૈસા ચુકવીને વેક્સિન લેવા તાકીદ કરી છે જેથી સરકારી હોસ્પિટલમાં જરૂરિયાત ધરાવતા લોકો ફ્રી વેક્સિનનો લાભ લઈ શકે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31