GSTV
Gujarat Government Advertisement

આરોગ્ય મંત્રાલયની ચેતવણી/ કોરોના વેક્સિન રજીસ્ટ્રેશન માટે નથી કોઈ પણ એપ, બસ ફક્ત આ રીતે કરાવી શકો છો નોંધણી

VACCINE

Last Updated on March 1, 2021 by

કોરોના વાયરસ રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુની ગંભીર બીમારીથી પીડાતા લોકોને રસી આપવામાં આવી રહી છે. કોરોના વાયરસની રસી સામાન્ય લોકોને લગાવવાનું ચાલુ થઈ ગયું છે. આ માટે પહેલા નોંધણી કરવી જરૂરી છે. આ કિસ્સામાં તમે રસી માટે સત્તાવાર વેબસાઇટથી નોંધણી કરાવી શકો છો.

કોરોના વાયરસ રસી નોંધણી માટે કોઈ એપ્લિકેશન નથી

જો કે, સોશિયલ મીડિયા પર માહિતી શેર કરવામાં આવી રહી છે કે તમે એપ્લિકેશન દ્વારા પણ નોંધણી કરી શકો છો. જો કે, એવું નથી. હકિકતમાં કોરોના વાયરસ રસી નોંધણી માટે કોઈ એપ્લિકેશન નથી. લોકો કોરોના વાયરસ વેક્સિન માટે શરૂ કરવામાં આવેલી Co-Win2.0 (કો-વિન 2.0) પોર્ટલ દ્વારા નોંધણી કરાવી શકો છો. સરકારે આ અગાઉ સોમવારે માહિતી શેર કરી હતી કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સોમવારે સવારે 9 વાગ્યાથી શરૂ થઈ જશે.

પ્લે સ્ટોર પર એપ્લિકેશન એડમિનિસ્ટ્રેટર માટે છે

આરોગ્ય મંત્રાલયે એવી માહિતી શેર કરી છે કે વેક્સિન રજીસ્ટ્રેશન માટે કોઈ પણ એપ્લિકેશન નથી. ત્યાં પ્લે સ્ટોર પર જે કોવિન નામની એપ્લિકેશન છે તે સામાન્ય માણસો માટે નથી. અને તેનો ઉપયોગ ફક્ત ઓફિશિયલ જ કરી શકાય છે. આરોગ્ય મંત્રાલયે પોતાના ટ્વિટમાં માહિતી આપી છે કે, ‘કોવિડ -19 રસીકરણની એપોઈમેન્ટ માટે રજીસ્ટ્રેશન અને બુકિંગ CoWIN પોર્ટલ cowin.gov.in પરથી કરી શકાય છે. નોંધણી માટે કોઈ કોવિન એપ્લિકેશન નથી. પ્લે સ્ટોર પર એપ્લિકેશન એડમિનિસ્ટ્રેટર માટે છે.

ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો

ઘણા લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને હવે તેના પર નોંધણી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઉપરાંત, ટ્વિટર પર સ્ક્રીનશોટ શેર કરીને, ઘણા લોકોએ માહિતી આપી છે કે તેઓને ઓટીપી નથી મળી રહ્યો. આ પછી સરકારે હવે આ અંગે સ્પષ્ટતા જારી કરી છે. જો તમે પણ એપ્લિકેશન દ્વારા નોંધણી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો તમારે ન કરવું જોઈએ. તમે આ માટે ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો છો.

રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે મોબાઇલ નંબર અને એપ્રુવ ID ની જરૂર પડશે

તમે cowin.gov.in દ્વારા નોંધણી કરાવી શકો છો. રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે મોબાઇલ નંબર અને એપ્રુવ ID ની જરૂર પડશે. રસીનો એક ડોઝ લાગ્યા પછી તમારી 28 દિવસ પછીની એપોઈન્ટમેન્ટ ઓટોમેટિક બુક થઈ જશે. એમાં તમે એડ મોર પર ક્લિક કરીને તેમાં સભ્યોની સંખ્યા વધારી શકો છો.

કેવી રીતે લેશો રસીકરણ માટેની એપોઈન્ટમેન્ટ

કોરોના વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમારે એપોઈન્ટમેન્ટ લેવી પડશે. એના માટે સભ્યના નામની આગળ એક કેલેન્ડરની સાઈન બનેલી હશે. જ્યાં ક્લિક કરી તમે તમારી પ્રોસેસ પૂરી કરી શકો છો. એમાં તમને તારીખ અને સેન્ટર બુક કરવાનું રહેશે.
સૌથી પહેલા વેક્સિનેશન સેન્ટર નક્કી કરો.
આ પછી એક પેજ પર તમને તમામ માહિતી સાથે જોવા મળશે. જેને એક વખત ચેક કરી લઈને ઓકે કરી દો.
તે પછી તમારી એપોઈન્ટમેન્ટ થઈ જશે.
તમે એપોઈન્ટમેન્ટ ડેટ પહેલા તેમાં ફેરફાર કરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો