Last Updated on March 1, 2021 by
જો તમે પણ સસ્તામાં સોનુ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે આ સારી તક છે. 1 માર્ચ એટલે આજથી સોવરેન ગોલ્ડ બોન્ડ એક વાર ફરી સબ્સ્ક્રિપશન માટે ખુલી ગઈ છે. આ સ્કીમમાં આજે જ એટલે 1 માર્ચથી 5 માર્ચ સુધી રોકાણ કરી શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond- SGB) યોજનાના નવા નિર્ગમ મૂલ્ય 4,662 રૂપિયા પ્રતિ ગ્રામ(દસ ગ્રામની કિંમત 46,620 રૂપિયા) સુધી નક્કી કરવામાં આવી છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેંક ઓનલાઇન SGB ખરીદવાનો મોકો આપી રહી છે.
રોકાણકાર કમર્શિયલ બેન્ક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ(SHCIL), આરબીઆઇ દ્વારા નામિત પોસ્ટ ઓફિસ અને માન્યતા પ્રાપ્ત એક્સચેન્જથી ગોલ્ડ બોન્ડ પણ ખરીદી શકો છો. સ્કીમ હેઠળ વ્યક્તિગત રોકાણ અને હિન્દૂ અવિભાજિત પરિવાર એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું 1 અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સોનુ ખરીદી શકે છે. ટ્રસ્ટ અને એવી બીજી સંસ્થા દર વર્ષે 20 કિગ્રા સોનુ ખરીદી શકે છે.
500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળશે સોનુ
ઓનલાઇન આવેદન કરવા અને ડિજિટલ માધ્યમથી ચુકવણી કરવા પર રોકાણકારો પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. એવામાં જો તમે ઓનલાઇન સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરો છો તો તમને 500 રુપિયા પ્રતિ 10 ગ્રામની છૂટ મળશે.
SBI દ્વારા SGBમાં કરો રોકાણ
- પોતાના SBI નેટ બેન્કિંગ એકાઉન્ટમાં લોગ ઈન કરો
- eServices પર ક્લિક કરો અને Sovereign Gold Bond પર જાઓ
- નિયમ અને શરત પસંદ કરો અને ‘proceed’ પર ક્લિક કરો
- રજીસ્ટ્રેશન ફોર્મ ભરો. ત્યાં વન-ટાઈમ રજીસ્ટ્રેશન છે.
- સબમિટ પર ક્લિક કરો
- પર્ચજ ફોર્મમાં સોનાની માત્ર અને નોમિની ડિટેલ્સ નાખો
- હવે સબમિટ પર ક્લિક કરો
SBIએ એક ટ્વીટમાં સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના 6 ફાયદા જણાવ્યા છે. ઇંટ્રેસ્ટ ઇનકમ પર ટેક્સ લાગે છે, જયારે બોન્ડ રીડીમ કરવા પર કેપિટલ ગેન પુરી રીતે ટેક્સ ફ્રી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31