Last Updated on March 1, 2021 by
જો તમે ટેક્સ સેવિંગ અને ગેરન્ટી રિટર્નની ઈચ્છા રાખો છો તો તમારા માટે LICની વીમા જ્યોતિ પોલિસી કારગત સાબિત થઈ શકે છે. આ પોલિસીને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તમે ઈચ્છો તો તમારા નામ પર પણ લઈ શકો છો અથવા તમારા બાળકોના નામ પર પણ લઈ શકો છો. આ એવી પોલિસી છે જેમાં તમે તમારા બાળકોના ફ્યૂચર પ્લાનિંગ પણ કરી શકો છો.
ગેરંડેટ રિટર્નની વાત કરીએ તો આ પોલિસીમાં દર વર્ષે 50 રૂપિયા પ્રતિ હજાર રૂપિયા પર મળે છે. એટલે કે જો તમે 1 લાખ રૂપિયાની પોલિસી ખરીદો છો તો દર વર્ષે 5 હજાર રૂપિયા સમગ્ર પોલિસી પીરિયડ સુધી જોડવામાં આવશે. પર્સેંટેઝની વાત કરવામાં આવે તો દર વર્ષે એશ્યોર્ડની રકમ પર 5 પરસેંટ જોડાશે. LIC જીવન જ્યોતિ એક નોન લિંક્ટ પ્લાન છે. એટલે કે શેર માર્કેટના રિસ્ક સાથે સંકળાયેલ નથી. આ એક લિમિટેડ પ્રીમિયમ પ્લાન છે. જેમાં લાઈફ કવર તરીકે સમ એશ્યોર્ડના 125 પરસેંટ રકમ મળે છે.
6 પોલિસી પીરિયડની સ્કીમ
આ પોલિસીની અંદર 6 પોલિસી પીરિયડ ઉપલબ્ધ છે. 15 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષ, 18 વર્ષ, 19 વર્ષ અને 20 વર્ષ માટે પોલિસી લઈ શકો છો. દર પોલિસી માટે અલગ-અલગ ન્યૂનત્તમ ઉમરની સીમા નિર્ધારિત છે. આ પોલિસીને અધિકત્તમ 60 વર્ષની ઉંમરના લોકો ખરીદી શકે છે. તમે જેટલા વર્ષની પોલિસી લેશો તેનાથી 5 વર્ષ ઓછી ચૂકવણી કરવી પડશે. જેમ કે જો 15 વર્ષની પોલિસી ખરીદો તો 10 વર્ષ સુધી જ પ્રીમિયન ચુકવવું પડશે.
શું છે વય મર્યાદા
મેચ્યોરિટી સમયે પોલિસીહોલ્ડરની ન્યૂનત્તમ ઉમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉમર 75 વર્ષ હોવી જોઈએ. આ પોલિસીમાં ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનો વીમો કરાવી શકાય છે. 25 હજારના મલ્ટીપલમાં આ રકમ વધારી શકાય છે. વધુમાં કોઈ લિમિટ નથી. જેટલી ઈચ્છો પોલિસી લઈ શકો છો. આ પોલિસીમાં 5 રાઈડ ઉપલબ્ધ છે. જેમાં પહેલો છે એક્સિડેંટલ ડેથ એન્ડ ડિસેબલિટી બેનિફિટ રાઈડર.
બીજો છે એક્સિડેન્ટ બેનિફિટ રાઈડર. આ બંનેમાંથી કોઈ પણ એક તમે લઈ શકો છો. ત્રીજો છે ન્યૂ ટર્મ એસ્યોરેંસ રાઈડ, ચોથો છે ન્યૂ ક્રિટિકલ ઈલનેસ રાઈડર અને પાંચમો છે પ્રીમિયમ વેભર બેનિફિટ રાઈડર. જો આ પોલિસી તમારા બાળકો માટે લઈ રહ્યા છો તો પ્રીમિયમ વેભર બેનિફિટ રાઈડર જરૂર લ્યો. કારણ કે પ્રીમિયમ ચુકાવનાર અભિભાવક સાથે કાંઈ થાય તો બાળક માટે તમામ પ્રીમિયમ માફ થઈ જાય છે. અને સમય પર બાળકોને મેચ્યોરિટીની ચુકવણી પણ થઈ જાય છે.
1 લાખ રૂપિયાનો વીમો
હવે તેને એક ઉદાહરણ તરીકે સમજો. 35 વર્ષના રાજકુમારે આ પોલિસી લીધી અને સમ એશ્યોર્ડ માટે 1 લાખ રૂપિયાની ચૂકવણી કરી. રાજકુમારે 20 વર્ષ માટે પોલિસી લીધી. એવી સ્થિતિમાં તેમને 15 વર્ષ સુધી પ્રીમિયમ ચુકવવું પડશે. એક લાખના હિસાબથી રાજકુમારને દર મહિને 737 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે. વાર્ષિક પ્રીમિયમ ભરવા ઈચ્છે તો 8,668 રૂપિયા ચુકવવાના રહેશે. પૂરું વર્ષ પ્રીમિયમ ચુકવ્યા બાદ રાજકુમારને સમ એશ્યોર્ડના 125 પરસેંટ એટલે કે 1.25 લાખ રૂપિયા મળશે. સમગ્ર પોલિસી દરમ્યાન રાજકુમારે 1,30,210 રૂપિયાની ચુકવણી કરવી પડશે.
મેચ્યોરિટી પર કેટલા મળે છે પૈસા
હવે મેચ્યોરિટી સમયે મળતી રકમ અંગે જાણીએ. રાજકુમારને સૌ પ્રથમ સમ એશ્યોર્ડ એટલે કે 1 લાખ રૂપિયા મળશે. ત્યારબાદ ગેરંટેડ એડિશન 1 લાખ રૂપિયા મળશે. જે દર હજાર રૂપિયા પર 50 રૂપિયા જોડાશે. આ પ્રકારે રાજકુમારને મેચ્યોરિટી પર કુલ 2 લાખ રૂપિયાની ચુકવણી થશે. આ પોલિસીમાં તમે જેટલા સમ ઈશ્યોર્ડ વીમા લેશે તે 20 વર્ષમાં ડબલ થઈને તમને મળશે. જો 5 લાખ સમ એશ્યોર્ડની પોલિસી લેશો તો 20 વર્ષે સીધા 10 લાખ રૂપિયા મળે છે. જો પોલિસી દરમ્યાન રાજકુમાર સાથે કાંઈ અનુચિત થઈ જાય તો તે પોતાના પરિવાર સાથે ન રહી શકે તો તેમને 1.25 લાખ રુપિયા સાથે ગેરન્ટેડ રિટર્નની ચુકવણી થશે. પોલિસી જેટલા વધુ દિવસ ચાલશે. ગેરેન્ટેડ રિટર્નનું અમાઉન્ટ એટલું જ વધુ હશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31