GSTV
Gujarat Government Advertisement

જાણવા જેવું/ આ ત્રણ એપ્લિકેશન બની શકે છે આપના માટે TWITTERનો સારો વિકલ્પ, જાણો તેના ફીચર્સ

ટ્વિટર

Last Updated on March 1, 2021 by

માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર દેશ અને દુનિયામાં ઘણું પોપ્યુલર છે. જો કે ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે ગત દિવસોમાં તણાવ સામે આવ્યો હતો. સરકારે આરોપ લગાવ્યો છે કે ટ્વિટર ભારત અને દુનિયાના અન્ય દેશોમાં અલગ-અલગ વલણ અપનાવે છે. એટલું જ નહિં અનેક કેન્દ્રીય મંત્રીઓ સહિત તમામ નેતાઓ આ પ્લેટફોર્મના વિકલ્પને અપનાવવાની જાહેરાત કરી હતી. એવામાં લોકો  જાણવાની કોશિશમાં લાગ્યા છે કે આખરે ટ્વિટરનો ક્યો વિકલ્પ હોઈ શકે છે. આમ તો ટ્વિટરના ઘણા વિકલ્પ છે. પરંતુ ભારતમાં અમૂક વિકલ્પ લોકપ્રિય થઈ રહ્યા છે. જેમાં મેડ ઈન ઈન્ડિયા એપ પણ સામેલ છે.

Koo App

કૂ એપ એક માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ છે. જે ભારતમાં ટ્વિટરનો સારો વિકલ્પ બનીને સામે આવ્યો છે. સતત આ એપની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. આ સાથે જ અનેક ફીચર્સ ટ્વિટરની જેમ અને અનેક ફીચર્સ એડવાન્સ પણ છે. આ એપને ટ્વિટરનું દેશી વર્ઝન માનવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ એપને એંગ્રેજી ઉપરાંત અનેક ભઆરતીય ભાષાઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. આ કારણે છે કે તેની લોકપ્રીયતા ઝડપથી વધી રહી છે. અનેક કેન્દ્રીય મંત્રીઓએ પણ આ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી છે. જેના કારણે લોકો આ અંગે જાણવા માટે ઘણી ઉત્સાહીત છે.

Tumblr

ટ્વિટર બાદ દુનિયાભરમાં ટંબલર ઘણું લોકપ્રિય માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ છે. જેનો માલિકીનો હક યાહૂ પાસે છે. તેના ઘણા ફીચર્સ ટ્વિટર સાથે મળતા આવે છે. આ પ્લેટફોર્મ દ્વારા તમે ટેક્સ્ટ ઉપરાંત ફોટો અને વીડિયો શેર કરી શકે છે. તેનો ઉપયોગ કરવો ઘણો સરળ છે. પ્લે સ્ટોપ પર તેના 10 કરોડથી વધુ ડાઉનલોડ છે. જે તેને ઘણું મોટું પ્લેટફોર્મ સાબિત કરે છે. તેને ટ્વિટરનો સૌથી મોટો કોમ્પિટીટર માનવામાં આવે છે.

Plurk

આ એક ઉભરતો માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે. જેની લોકપ્રીયતા સતત વધી રહી છે. Google પ્લે સ્ટોર પર અત્યાર સુધીમાં એક લાખથી વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે. પ્લર્કની સ્થાપના વર્ષ 2008માં થઈ હતી. તેના ઘણા ફીચર્સ ટ્વિટરની જેમ છે. તમે આ પ્લેટફોર્મ પર 210 કેરેક્ટર સુધીનું ટેક્સ લખી શકો છો. તે તેમાં અમૂક યૂનિક ફીચર્સ પણ છે. આ પ્લેટફોર્મ પર તમે ગૃપ કન્વર્સેશન કરી શકે છે. આ ઉપરાંત ફોટો અને વીડિયો પણ શેર કરી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો