GSTV
Gujarat Government Advertisement

હવે નહિ યાદ આવે TikTok! ફેસબુકે લોન્ચ કરી આ નવી શોર્ટ વીડિયો એપ, જાણો તેના અત્યાધુનિક ફીચર્સ…

ફેસબૂક

Last Updated on March 1, 2021 by

જો તમે ભારતમાં ચીની APP TikTokના બેન થવાથી શોર્ટ વિડિયો નથી બનાવી રહ્યા તો તમે હવે મૂવ-ઓન કરવાનો સમય આવી ગયો છે. ફેસબુક હવે તમને શોર્ટ વીડિયો એપ બનાવવાનો જબરદસ્ત તક આપી રહ્યુ છે. કંપનીએ હાલમાં જ એક નવી APP તૈયાર કરી છે જે તમને જબરદસ્ત વીડિયો બનાવવામાં મદદ કરશે.

આવી ગઈ Facebook BARS

ફેસબુકે નવી Facebook BARSના નામથી શોર્ટ વીડિયો એપ તૈયાર કરી છે. આ એપ યૂઝર્સને મજેદાર વીડિયો બનાવવામાં મદદ કરશે. આ એપમાં કેટલાક શાનદાર ફીચર્સ આપવામાં આવી રહ્યા છે જે તમારા વીડિયોને આકર્ષક બનાવશે.

નવી એપ લઈ શકે છે TikTokની જગ્યા

મનાઈ રહ્યુ છે કે, Facebook BARS હકીકતમાં ચીની એપ TikTokની જગ્યા લઈ શકે છે. ભારતમાં ટિકટોક ઘણુ પોપ્યુલર રહ્યુ છે. પરંતુ ભારત-ચીન સીમા વિવાદ બાદ આ ચીની એપને સ્થાઈ રૂપથી બેન કરવામાં આવ્યુ છે. જાન્યુઆરી મહિનામાં આ ચીની એપે ભારતમાં કામ કરી રહેલા 2000થી વધારે કર્મચારીઓની છટણી કરી હતી.

જાણો ફેસબુક બાર્સની ત્વરિત સુવિધાઓ

મળતી માહિતી મુજબ ફેસબુક બાર્સ હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. સામાન્ય યુઝર્સ માટે તે હજી એપ સ્ટોરમાં લોન્ચ કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ અનુસાર, એવું જાણવા મળ્યું છે કે આ એપમાં તમને કન્ટેન્ટ બનાવવા માટે ઘણા બધા વિકલ્પો મળશે. વપરાશકર્તાઓ પૂર્વ-રેકોર્ડ કરેલ ધબકારામાં રેપ કરી શકે છે. એપ્લિકેશનમાં ઘણા શ્રેષ્ઠ ઓડિઓ વિકલ્પો ઉપલબ્ધ છે. અહીં તમે Clean, AutoTune, Imaginary Friends અને AM Radio જેવા લોકપ્રિય સાઉન્ડ થીમ્સ પસંદ કરી શકો છો.

જણાવાઈ રહ્યુ છે કે, આ નવા એપને Facebookના ન્યૂ પ્રોડકટ એકસપેરિમેન્ટ (NPE) R&Dટીમે તૈયાર કરી છે. ગત વર્ષે ફેસબુકે ટિકટોકને ટક્કર લેવા માટે પોતાના Instagram એપમાં REELS નામથી શોર્ટ વીડિયો ફીચર પણ લોન્ચ કર્યુ હતું. જોકે, રીલ્સના યૂઝર્સ વધારે છે. પરંતુ હજુ પણ એપમાં વધારે પડતા વીડિયો ટિકટોક એપમાં તૈયાર થયેલા જોવા મળે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો