Last Updated on March 1, 2021 by
વિશ્વના સૌથી વિશાળ ડોનેશન અભિયાન તરીકે જાણીતા થયેલા રામ મંદિર ડોનેશન અભિયાનમાં રૂા. 2,100 કરોડથી વધુ ભગવાન રામ લલાના બેન્ક ખાતામાં જમા થયા છે. 44 દિવસ ચાલેલું સમર્પણ નિધિ અભિયાન 15મી જાન્યુઆરીના મકર સંક્રાંતિના શુભ દિને શરૂ થયું હતું અને માઘ પૂર્ણિમાના દિને શનિવારે 27મી ફેબુ્રઆરીએ સમાપ્ત થયું હતું.
શ્રી જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ટ્રેઝરર સ્વામી ગોવિંદ ગીરીએ જણાવ્યું કે અત્યાર સુધી શ્રી રામ લલાના બેન્ક ખાતામાં રૂા. 2,100 કરોડથી વધુ જમા થઈ ગયા છે. કુલ રકમ રૂા. 2,500 કરોડને પાર કરી જાય એવી સંભાવના છે કારણ કે હજી ઘણા ચેક ક્લીયર નથી થયા. તેમણે જણાવ્યું કે ચોક્કસ રકમની જાણકારી ટૂંક સમયમાં જ મળશે.
રામ મંદિર ડોનેશનની રકમ રૂા. 2,500 કરોડને પાર કરી જશે
ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ દાવો કર્યો હતો કે ફાઈનલ રકમ રૂા. 2,500 કરોડને પાર કરી જશે. તેમણે જણાવ્યું કે સમર્પણ નિધિ અભિયાન માત્ર ઉત્તર પ્રદેશમાં સમાપ્ત થયું છે જ્યારે અન્ય રાજ્યોમાં તે મોડેથી શરૂ થયું હોવાથી હજી ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે આ અભિયાનને મોટી સફળતા મળી છે અને તેની વિશેષતા એ હતી કે તમામ ધર્મ અને જાતિના લોકોએ એમાં સહકાર આપ્યો છે.
અયોધ્યમાં ટ્રસ્ટની બે દિવસની બેઠકમાં રામ મંદિરના બાંધકામાં વેદિક અભિગમ અપનાવવાનું નક્કી કરાયું છે. એના માટે ટ્રસ્ટે ચેન્નઈના વિખ્યાત ઈતિહાસકાર, આર્કિયોલોજીસ્ટ અને એપીગ્રાફિસ્ટ પદ્મ ભૂષણ ડો. નાગાસ્વામીને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.
અયોધ્યાને વિશ્વ કક્ષાનું નગર બનાવવાની યોજના
મંદિરના બાંધકામ ઉપરાંત પ્રાચીન અયોધ્યા નગરને પણ વિશ્વ કક્ષાનું બનાવવામાં આવશે. અયોધ્યાના વિકાસ માટે એક કેનેડિયન કંપની એલઈએ એસોસિયેટ્સ સાઉથ એશિયા પ્રા. લિ. તેમજ ભારતીય કંપનીઓ લાર્સન એન્ડ ટુબ્રો અને કુકરેજા આર્કિટેક્ટ્સ દ્વારા અયોધ્યાના વિકાસ માટે ડ્રાફ્ટ વિઝન દસ્તાવેજ સુપરત કરાયો છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વડા પ્રધાનની મંજૂરી મેળવવા માટે વિઝન દસ્તાવેજ પર તેમને એક પ્રેઝન્ટેશન પણ આપશે. કેન્દ્ર સરકારે અયોધ્યા એરપોર્ટના વિસ્તરણ માટે રૂા. 250 કરોડનું ભંડોળ પણ આપી દીધું છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31