Last Updated on March 1, 2021 by
ઘણા દેશોમાં રસી ઉપલબ્ધ થયા પછી અને નવા કેસોમાં પણ ઘટાડો થયો હોવા છતાં પણ કોરોનાનું જોખમ તોળાઇ રહ્યું છે. કોરોના વધુ જોખમી સ્વરૂપ લઈ શકે છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) ના ડાયરેક્ટર જનરલ શેખર સી. માંડેએ રવિવારે કોરોનાની ત્રીજી લહેરના જોખમ અંગે ચેતવણી આપી છે.
કોરોનાની ત્રીજી લહેરના ગંભીર પરિણામો આવશે
માંડેએ કહ્યું, “કોવિડ -19 સંકટ હજું સમાપ્ત થયું નથી અને જો રોગચાળાની ત્રીજી લહેર આવે છે તો તેના ગંભીર પરિણામો આવશે.” તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંસ્થાઓમાં સતત સહયોગની સાથે ગ્લોબલ વોર્મિગ અને ફોસિલ ફ્યુઅલ પર અતિ નિર્ભરતાને કારણે સર્જાયેલી સંકટની પરિસ્થિતિઓને ટાળવી પણ જરૂરી છે. આવી ખતરનાક પરિસ્થિતિ આખી માનવતા માટે ખતરો ઉભો કરી શકે છે.
ભારત હજી પણ હર્ડ ઇમ્યુનિટીની ક્ષમતા પ્રાપ્ત કરવાથી દૂર છે અને લોકોએ સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું જોઈએ
માંડે અહીં રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી (આરજીસીબી) દ્વારા આયોજીત ડિજિટલ કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. આ કાર્યક્રમનો વિષય કોવિડ -19 અને ભારતની પ્રતિક્રિયા હતો. તેમણે સ્પષ્ટતા કરી કે ભારત હજી પણ હર્ડ ઇમ્યુનિટીની ક્ષમતા પ્રાપ્ત કરવાથી દૂર છે અને લોકોએ વાયરસનાં સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવા જોઈએ. આ સિવાય લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને હેન્ડ ક્લીનિંગ જેવા ઉપાયોનું પાલન કરવું જોઈએ.
તેમણે આત્મસંતુષ્ટીની ભાવના અંગે લોકો અને વૈજ્ઞાનિક સમુદાયને ચેતવણી આપી અને કહ્યું કે જો રોગચાળાની ત્રીજી લહેર આવે છે તો દેશએ અત્યાર સુધી જે પડકારનો સામનો કરવો પડ્યો છે તેના કરતા વધુ ખતરનાક પરિસ્થિતિ હશે. માંડેએ, વૈજ્ઞાનિક સમુદાયના પ્રશ્નોના જવાબ આપતી વખતે આશા વ્યક્ત કરી કે કોવિડ -19 રસી કોરોના વાયરસના વિવિધ સ્વરૂપો સામે અસરકારક રહેશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31