Last Updated on March 1, 2021 by
સોશ્યલ મેસેજિંગ એપ Telegramની લોકપ્રીયતા દિવસેને દિવસે ઘણી વધી રહી છે. આ કારણે Whatsappની નવી પ્રાઈવેસી પોલિસીને લઈને દુનિયા ભરમાં વિવાદ ચાલી રહ્યો છે. લોકોનો આરોપ છે કે Whatsappની નવી પ્રાઈવેસી પોલિસી તેમની પ્રાઈવેસી માટે જોખમ છે. અને એવામાં તે બીજા વિકલ્પો શોધી રહ્યા છે. ભારતમાં Telegram બીજી એવી એપ છે જેને Whatsapp બાદ સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. દિવસેને દિવસે યૂઝર્સની સંખ્યા વધી રહી છે. આજે અમે તમને Telegramના અમૂક એવા ફીચર્સ બતાવી રહ્યા છીએ જે શાનદાર છે. આ ફીચર્સ તમને Whatsappમાં પણ મળતા નથી.
અનલિમિટેડ સ્ટોરેજ
Telegramમાં યૂઝર્સ માટે ખાસ ફીચર ક્લાઉડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરી યૂઝર્સ પોતાનો ડેટા સેવ કરી શકે છે. ક્લાઉડ સ્ટોરેજ પર યૂઝર્સને અનલિમિટેડ ડેટા સેવ કરવાની સુવિધા મળે છે. અહીં તમે કોઈ પણ ડોક્યૂમેન્ટ, ફોટો, વીડિયો સરળતાથી સેવ કરી શકો છો. તમે ક્યાંયથી પણ ક્લાઉડ સ્ટોરેજમાં લોગિન કરી પોતાનો ડેટા એક્સેસ કરી શકો છો. આ એક કમાલનું ફીચર છે. જેને તમે તમારી સુવિધા માટે ઉપયોગ કરી શકો છો.
1.5 GB સુધીની ફાઈલ શેર કરવાની ક્ષમતા
તમને જાણીને નવાઈ લાગશે Telegram પર તમે 1.5 GB સુધીની ફાઈલ શેર કરી શકો છો. તેના દ્વારા યૂઝર્સ મોટામાં મોટી ફાઈલ એક બીજા સાથે શેર કરી શકે છે. એવું ફીચર વધુ પડતા મેસેજિંગ એપ્સમાં નથી. આ ફીચર Telegramને ઘણું ખાસ બનાવે છે. આ ફીચરનો ઉપયોગ પર્સનલ ઉપરાંત પ્રોફેશનલ લાઈફમાં પણ કરી શકાય છે.
ચેટ બનાવો સીક્રેટ
તમને Telegramમાં પોતાની ચેટ સીક્રેટ બનાવવાનો વિકલ્પ મળે છે. ખાસ વાત એ છે કે આ ચેટને તમે કોઈ અન્યને ઉરવર્ડ કરી શકશો નહીં. સાથે જ જો અન્ય વ્યક્તિ ચેટનો સ્ક્રીનશોટ લે છે તો તેની નોટીફિકેશન તમને મળી જશે. તમે આ ચેટમાં એક એવું ટાઈમિંગ સેટ કરી શકો છો જે બાદ ચેટ જાતે જ ડિલીટ થઈ જશે. આ ફીચર દ્વારા તમે તમારી ચેટને સુરક્ષિત અને સીક્રેટ બનાવી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31