GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ મોટા ઝટકા સાથે 1 માર્ચની શરૂઆત, LPG સિલિન્ડર થયો ફરી મોંઘો, આજથી લાગુ થયાં આ મોટા બદલાવ

lpg

Last Updated on March 1, 2021 by

Changes From March 1,2021: આજે 1 માર્ચ છે અને નવા મહિનાની શરૂઆત સાથે જ કેટલાંક નવા નિયમ પણ લાગુ થઇ ગયા છે. આજથી કોરોના વેક્સીનેશનનું આગામી ચરણ શરૂ થઇ જશે, જે અંતર્ગત 60 વર્ષથી વધુ લોકોને વેક્સીન લગાવવામાં આવશે. LPG માટે તમારે વધુ કિંમત ચુકવવાની રહેશે. આ ઉપરાંત વિજયા અને દેના બેંકના ગ્રાહક જૂના IFSC કોડથી મની ટ્રાંસફર નહીં કરી શકે કારણકે બેંક ઑફ બરોડામાં મર્જર બાદ હવે નવા નિયમ આજથી લાગુ થઇ જશે.

lpg

આજથી LPG સિલિન્ડર 25 રૂપિયા મોંઘો

માર્ચ મહિનાની શરૂઆત ભારે ઝટકા સાથે થઇ છે. તેલ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે LPG ગેસના ભાવ નક્કી કરે છે. આજથી ઘરેલૂ સિલિન્ડર માટે તમારે 25 રૂપિયા વધુ ચુકવવા પડશે. જોકે ફેબ્રુઆરી મહિનામાં કંપનીઓએ ત્રણ વખત રાંધણગસના ભાવ વધારી ચૂકી છે. આજથી 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના તમારે 794 રૂપિયાના બદલે 819 રૂપિયા ચુકવવા પડશે.

પેટ્રોલ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં બદલાવ નહીં

જો કે 1 માર્ચની શરૂઆત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઇ બદલાવ નથી થયો, 28 ફેબ્રુઆરીએ પણ રેટ નથી વધ્યા. તેથી સતત બે દિવસોથી લોકોને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોમાંથી થોડી રાહત મળી છે.

આજથી વેક્સીનેશનનું આગામી ચરણ

1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહેલા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની વેક્સીન લગાવવાની શરૂઆત થશે. સરકારી હોસ્પિટલોમાં આ રસી ફ્રી લાગશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 250 રૂપિયા ચુકવવા પડશે.

lpg

દેના અને વિજયા બેંકના ગ્રાહકો ધ્યાન આપે

જો તમે વિજયા બેંક (Vijaya Bank) અથવા દેના બેંક (Dena Bank)ના ગ્રાહક હોય તો આ ખબર તમારા માટે મહત્વની છે. આમ તો આ બંને બેંકોનો વિલય 1 એપ્રિલ 2019ના રોજ બેંક ઑફ બરોડામાં થઇ ગયો છે પરંતુ તમામ પ્રક્રિયાઓમાં ઘણો સમય લાગે છે. બેંક ઑફ બરોડાએ ટ્વીટ કરીને જણાવ્યું કે જો તમે પણ વિજયા બેંક અને દેના બેંકના IFSC કોડનો ઉપયોગ કરતાં હોય તો નવો IFSC કોડ અપડેટ કરી લો, કારણ કે 1 માર્ચ 2021થી એટલે કે આજ તે કામ કરવાનું બંધ કરી દેશે. તેવામાં જૂના કોડથી ટ્રાન્જેક્શન શક્ય નહીં બને.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો