GSTV
Gujarat Government Advertisement

મહત્વનું/ સરકારી કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, આજથી લાગુ થશે વધેલું મોંઘવારી ભથ્થુ અને DR

સરકારી

Last Updated on March 1, 2021 by

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. ત્રિપુરાની વિપ્લવ સરકારે પોતાના કર્મિઓ અને પેંશનધારકો માટે મોંધવારી ભથ્થામાં 1 માર્ચ 2021 એટલે કે આજથી વધારો કરવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવે ટ્વિટ કરી જણાવ્યું કે, સ્ટેટ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને સેવાનિવૃત્ત પેંશનધારકો માટે મોંઘવારી ભથ્થામાં 3 % વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી રાજ્યના 1 લાખ સરકારી કર્મચારીઓ અને 60,000 પેંશનર્સને સીધો ફાયદો થશે. તેમણે કહ્યું કે, તેનાથઈ રાજ્યના 1.90 લાખ પરિવારોને આર્થિક ફાયદો મળશે.

ત્રિપુરાની સરકાર 320 કરોડ રૂપિયાનો કરશે વધુ ખર્ચ

ત્રિપુરાના કાયદા મંત્રી રતન લાલ નાથે કહ્યું કે, રાજ્ય સરકાર નાણાંકિય વર્ષ 2021-22 દરમ્યાન સરકારી કર્મચારીઓ અને પેંશનર્સના મોંઘવારી ભથ્થામાં વધારા પર કુલ 320 કરોડ રૂપિયાનો વધુ કર્ચ કરશે. રાજ્ય સરકારે જણાવ્યું કે, DAમાં વધારો 1 માર્ચ 2021થી લાગૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તેનાથી 1.1 લાખ હાજર કરમાચારીઓ, 60 હજાર પેંશનર્સ અને 12 હજાર એવા લોકોને ફાયદો થશે દે રોજ કમાતા-ખાતા હોય. સાથે જ જણાવ્યું કે DA અને મોંઘવારી ભથ્થામાં સાતમાં પગાર પંચની ભલામણને આધારે વધારો કરવામાં આવ્યો છે.

બિઝનેસ

ગત સરકાર અમારા પર છોડી ગઈ હતી મોટો આર્થિક બોજ

રતન લાલ નાથે કહ્યું કે, ગત સરકારે અમારી સરકાર પર મોટો નાણાંકિય બોજ છોડી દીધો હતો. તેનાથી અમારે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કેસ વર્ષ 2018માં BJP-IPFT સરકારની સત્તામાં તમે પ્રથમ વખત મોંઘવારી ભથ્થા અને મોંઘવાકી રાહતમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. અમારા સત્તામાં આવ્યા બાદ સરકારી અધ્યાપકો અને કર્મચારીઓના વેતનમાં સાતમા પગાર પંચની ભલામણના આધાર પર સંશોધન કર્યું. તેનાથી રાજ્યના સરકારી કર્મચારીઓને ઘણી રાહત મળી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો