GSTV
Gujarat Government Advertisement

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Last Updated on February 28, 2021 by

એક વકીલ દ્વારા જન્મ દિવસની શુભકામના આપવાની રીતથી જજ સાહિબા એટલા નારાજ થઈ ગયા કે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. વકીલ સાહેબ 20 દિવસથી જેલમાં બંધ છે. જામીન માટે તેમના પરિવારના સભ્યો જેએમએફસી કોર્ટને લઈને સેશન કોર્ટ સુધી ચક્કર લગાવી રહ્યા છે. પણ કોઈ રાહત મળતી દેખાતી નથી. આખરે આ મામલો મધ્ય પ્રદેશની ઈન્દૌર કોર્ટમાં પહોંચ્યો છે. વકીલ સાહેબનું કહેવુ છે કે, તેમણે ફક્ત જન્મદિવસની શુભકામના જ આપવા માટે જજ સાહિબાને ઈમેલ કર્યો હતો. તેમનો ઈરાદો ન્યાયાધીશના માન-સન્માનને ઠેસ પહોંચાડવાનો નહોતો. ત્યારે હવે આ વકીલ સાહેબની જામીન અરજી પર સુનાવણી થવાની છે. જામીન માટે હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો છે.

આ મામલો રતલામ જિલ્લા કોર્ટમાં વકીલાત કરી રહેલા એક વકીલનો છે. રતલામમાં એક મહિલા ન્યાયાધીશનો જાન્યુઆરીમાં જન્મદિવસ હતો. વકીલે તેમને શુભકામના આપવા માટે રાતના 1.11 વાગ્યે ન્યાયાધીશના સરકારની મેલ પર હેપ્પી બર્થ ડેનો મેસેજ પોસ્ટ કર્યો હતો. તેમણે જજ સાહિબાનો ફેસબુક અકાઉન્ટમાંથી પ્રોફાઈલ ફોટો ડાઉનલોડ કરીને તેને ગ્રિટીંગ તરીકે પોસ્ટ કર્યો હતો.

આવી રીતે જન્મદિવસની શુભકામના આપવાનું જજ સાહિબાને પસંદ ન આવતા તેમણે રતલામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વકીલ વિરુદ્ધ છેતરપીંડી સહિત આઈટી એક્ટની બે કલમો હેઠળ ફરિયાદ નોંધી 9 ફેબ્રુઆરીના રોજ તેમની ધરપકડ કરી હતી. ત્યારથી લઈને તેઓ જેલમાં બંધ છે. તેમણે જામીન માટે ન્યાયાધીશ સમક્ષ આજીજી પણ કરી, પણ ત્યાંથી રાહત ન મળતા તેઓ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો