Last Updated on February 28, 2021 by
અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર મંદિર માટે લોકોએ દિલ ખોલીને દાન આપ્યું છે.. છેલ્લા 44 દિવસથી આ માટે ચાલી રહેલા અભિયાનનો શનિવારે છેલ્લો દિવસ હતો અને રામ મંદિર માટે સમગ્ર દેશમાંથી 2100 કરોડ રુપિયા દાન મળ્યું છે. 15 જાન્યુઆરીએ જ્યારે અભિયાન શરુ કરવામાં આવ્યું ત્યારે એવો અંદાજ હતો કે, 1100 કરોડ રુપિયાનુ ડોનેશન આ અભિયાન થકી મળશે.
પણ લોકોએ વહેડાવેલી દાનની સરવાણીથી અપેક્ષા કરતા 1000 કરોડ રૂપિયા વધારે જમા થયા છે. શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટનુ કહેવુ છે કે, લોકોએ આ અભિયાનમાં ઉમળકાભેર ભાગ લીધો છે અને ભારતના અંતરિયાળ ગામડાઓમાંથી પણ મંદિર માટે દાન આવ્યુ છે. તેમનુ કહેવુ હતુ કે, 2100 કરોડ કરતા વધારે રકમ જમા થઈ છે અને કદાચ એવુ બનશે કે, મંદિર અને તેના પરિસર નિર્માણ માટે જે ખર્ચ થવાનો છે તેના કરતા વધારે રકમનુ દાન આવ્યુ છે.
અયોધ્યાના સંતોએ સૂચન કર્યુ છે કે, મંદિર નિર્માણ બાદ જો રકમ વધે તો તેનાથી અયોધ્યામાં વિકાસ કાર્યો હાથ ધરવા જોઈએ. ટ્રસ્ટે માતા સીતાના નામ પર અયોધ્યામાં સંસ્કૃત યુનિવર્સિટીનુ નિર્માણ કરવુ જોઈએ. વધારાની રકમથી બીજા મંદિરોનું પણ ફરી નિર્માણ થઈ શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31