Last Updated on February 28, 2021 by
વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત બાદ આજે તામિલનાડૂના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે કેન્દ્રમાં ભાજપના શાસન દરમિયાન અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે.
તામિલનાડુના તિરુનેલવેલી વિસ્તારમાં શિક્ષકો સાથેના સંવાદમાં રાહુલ ગંધીએ કહ્યું કે ‘અપણે એક એવા શત્રુ સામે લડી રહ્યા છીએ કે જે પોતાના વિરોધીઓને કચડી રહ્યા છે. પરંતુ આ પહેલા આપણે આમાથી પણ વધારે શક્તિશાળી દુશ્મનને હરાવી ચુક્યા છીએ. અંગ્રજો નરેન્દ્ર મોદી કરતા અનેક ગણા વધારે શક્તિશાળી હતા. બ્રિટીશ હુકુમતની તુલનામાં આ મોદી શું ચીજ છે ? આ દેશના લોકોએ અંગ્રેજોને પરત તેમના દેશ મોકલી દીધા છે. તે જ રીતે આપણે આમને પણ નાગપુર મોકલી આપીશું. આપણે આ કામ કોઇ પ્રકારની ઘૃણા, ક્રોધ અને હિંસા વગર કરીશું. તેમને આપણા સાથે જે કરવું હોય તે કરે. આપણને ગાળો આપે, મારે અથવા તો મોં પર થૂંકે પરંતુ આપણે તેમના જેવો વ્યવાહર નહીં કરે.’
તો આ તરફ રાહુલ ગાંધીએ તૂતીકોરિનમાં મીઠુ પકવતા અગરિયા સાથે પણ વાત કરી. એક મહિલાએ તેમની પાસે વર્ષના એ ચાર મહિના માટે સહાય માંગી જ્યારે તેમની પાસે કામ નથી હોતું. તેમની વાત પર રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાસે આ બધા મુદ્દાઓ પર કામ કરવાનો વિચાર છે. તેમણે કહ્યું કે દેશના દરેક ગરીબ પરિવાર માટે ન્યૂનતમ આવક (ન્યાય યોજના)નો ઉદ્દેશ અમીર ગરીબ વચ્ચોનું અંતર ઓછુ કરવાનો છે. સાથે જ જે અવધિમાં મજૂરો પાસે કામ ના હોય ત્યારે તેમને મદદ કરવામનો છે.
લોકોને ગરીબીથી બહાર લાવવા માટે દર વર્ષે 72000 રુપિયા મળત, ભલે તેમનું રાજ્ય, ધર્મ અને ભાષા કોઇ પણ હોય. જ્યારે કોંગ્રેસ પારટી કેન્દ્રમાં સત્તામાં આવશે ત્યારે તેઓ આ યોજનાને લાગુ કરશે. સાથે જ રાહુલ ગાંધીએ સંપૂર્ણ દારુબંધીને પણ સમર્થન આપ્યું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31