Last Updated on February 28, 2021 by
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો વિવાદાસ્દ ટિપ્પણી કરી હતી. તેમણે એક ટ્વિટ સાથે તસવીર શેર કરી હતી, જેની પર મમતા બેનર્જીની તસવીર હતી અને તેના કેપ્શનમાં ‘હું બંગાળની દીકરી છું’ એવું લખેલું હતું. તેની નીચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાથ જોડેલી તસવીર હતી, જેની સાથે લખેલું હતું કે,‘દીકરી પારકું ધન હોય છે, આ વખતે વિદાય કરીશું.’ બાબુલ સુપ્રીયોએ જણાવ્યું હતું કે, આ તસવીર આસનસોલ જીલ્લા ભાજપ યુનિટે તૈયાર કરી હતી. મમતા બેનર્જી પર કટાક્ષ કરવાના ચક્કરમાં બાબુલ સુપ્રીયો વિવાદોમાં સપડાયા છે.
બાબુલ સુપ્રીયોની ટ્વિટની ટીએમસી નેતાઓ અને કાર્યકરોની સાથે બંગાળના લોકોએ પણ ટીકા કરી હતી. આ વિવાદ વધતા તેમણે ટ્વિટ ડિલિટ કર્યું હતું. આ ઉપરાંત બાબુલ સુપ્રીયોની ટ્વિટના વિરોધમાં #BanglaNijerMeyekeiChay એટલે કે ‘બંગાળ પોતાની દીકરી ઈચ્છે છે’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. પશ્ચિમ બંગાળની મહિલા અને બાળવિકાસ મંત્રી ડૉ. શશિ પંજાએ ભાજપના નેતાનો વિરોધ કરતા લખ્યું કે,‘બાબુલ સુપ્રીયોજી મને દેશની મહિલાઓની સ્થિતિ અંગે ચિંતા થાય છે. જો કોઈ જનપ્રતિનિધિ જ આવી વાતો કરે તો શું થશે. મને આશ્ચર્ય થાય છે કે ભાજપમાં આ પ્રકારનો લિંગભેદ જોવા મળે છે.’
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31