GSTV
Gujarat Government Advertisement

સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો

શરીર

Last Updated on February 28, 2021 by

આપણું શરીર ઘણી વખત તમામ પ્રકારની બિમારીઓના સંકેત આપે છે. પરંતુ લોકો તેને નજરઅંદાજ કરે છે. એવા વોર્નિંગ સાઈન જો તમે પણ સમયસર સમજી લ્યો તે બિમારીઓનું મોટુ સંકટ ટળી જાય  છે. ડોક્ટર્સ પણ માને છે કે, આ વોર્નિંગ સાઈન ઓળખી તમે તમારા સ્વાસ્થ્યનો અંદાજ લગાવી શકો છો.

યૂરીન

વોશરૂમ જતા સમયે તમે તમારા યૂરીનનો રંગ ધ્યાનથી જોયો છો? યૂરીનનો રંગ પણ તમને હેલ્થ અંગે જણાવે છે. ડોક્ટર્સનું કહેવું છે કે, યૂરીનનો રંગ સામાન્ય રીતે હલ્કો પીળો હોવો જોઈએ. એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તેમાં કોઈ તેજ દુર્ગંધ આવતી ન હોય જો એવું નથી તો ચિંતાની કોઈ વાત નથી.

ખરાબ નખ

હોઠની જેમ તમારા નખ પણ તમારા ફિટ અથવા અનફિટ હોવાનો ઈશારો આપે છે. હાથ અથવા પગના નખમાં અજીબ લાઈન, નિશાન અથવા તેનો રંગ બદલવો તમારા અસ્વસ્થ થવાનો ઈશારો કરે છે. આ રંગ હંમેશા લાલ હોવો જોઈએ. શરીર કોઈ ગંભીર રોગની જપેટમાં તો નથી, નખ આ અંગે સંકળાયેલ મોટો સંકેત આપે છે.

નાની હાઈટ

તમે લોકોના કદમાં વધારા અંગે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે ક્યારેય હાઈટ ઘટવા અંગે સાંભળ્યું છે. વધુ પડતા લોકોએ આ અંગે વિચારતા નથી. પરંતુ વાસ્તવમાં આપણું કદ ઘટી શકે છે. હકીકતમાં તે હાડકાઓ સાથે જોડાયેલ એક સમસ્યા છે. અહીં ખૂબ ઓછા લોકો આ અંગે વાત કરી રહ્યા છે. જેમનું કદ પ્રોટીન અને કેલ્શિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોના ન મળવાને કારણે ઘટી શકે છે.

બોડી ફેટ પર્સેંટેઝ

એક સ્વસ્થ શરીર માટે બોડી ફેટ પર્સેંટેજનું બેલેન્સ હોવું જરૂરી છે. બોડી ફેટ પર્સેંટેઝ વધારવાનો મતલબ એ છે કે તમારા શરીરમાં લીન ટીશૂથી વધુ ફેટ ટીશૂ બની રહ્યા છે જે નબળી માસપેશિઓના કારણે હોય છે. રનિંગ, વોકિંગ અથવા કોઈ બીજા પ્રકારની ફિજિકલ એક્ટિવિટી ન કરવાને કારણે આ સમસ્યા વધે છે.

મોઢામાં દુર્ગંધ

દાઢમાં સોજો થવાને કારણે ઘણી વખત મોઢામાં દુર્ગંધ આવવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કો તમારા મોઢામાંથી આવતી દુર્ગંધનું તમારી ઈમ્યુનિટી સિસ્ટમ સાથે પણ કનેક્શન હોય શકે છે. મોઢામાંથી આવતી દુર્ગંધ ન આવવાનો મતલબ એ છે કે તમારી ઈમ્યૂનિટી સિસ્ટમ સ્વસ્થ છે.

પગમાં સોજો

રેડબુકના એક રિપોર્ટ અનુસાર, શરીરના નીચેના ભાગમાં એટલે કે પગમાં સોજો થાયરોઈડ, કિડની અથવા દિલ સંબંધિત સમસ્યાઓ અંગે જણાવે છે. જરૂરી નથી કે આ સોજો માત્ર શારીરિક ગતિવિધિઓના કારણે જ થાય છે.

સૂકા હોઠ

તમે એવા ઘણા લોકોને જોયા હશે જે સૂકા હોઠની સમસ્યાને કારણે હંમેશા લિપ બામનો ઉપયોગ કરતા હશે. હોઠનું સતત ડ્રાય રહેવું શરીરમાં મોટી સમસ્યાના સંકેત હોય શકે છે. ડોક્ટર્સનું કહેવું છે કે, હોઠ ફાટવાની સમસ્યા શરીરમાં વિટામીનની ખામીને કારણે થાય છે.

ઉંઘ

ઉંઘ

શું તમે રાત્રે ભરપૂર ઉંઘ લઈ શકો છો ? વ્યક્તિની ઉંઘમાં સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેક રહસ્યો છૂપાયેલા હોય છે. ખોટી ખાન-પાન, વધુ માત્રામાં કેફિનનું સેવન અથવા શરીરથી પ્રાપ્ત એનર્જીના નિકાલને કારમે સ્લીપિંગ ડિસોરેડર એટલે કે ઉંઘ સાથે સંકળાયેલી સમસ્યા થાય છે. જે તમારા અસ્વસ્થ હોવાનો સંકેત આપે છે.

બોડી ટેંપરેચર

હાથ-પગ હંમેશા ઠંડા રહેવા સામાન્ય નથી. સામાન્ય રીતે વાતાવરણના તાપમાન પ્રમાણે આપણા શરીરમાં તાપમાન બદલાતુ રહે છે. પરંતુ જો તમે સતત એવી વસ્તુઓ અનુભવતા હોય તો જરૂર કોઈ ગંભીર સમસ્યા છે. હાથ-પગ સતત ઠંડા રહેવાથી શરીરમાં બ્લડ સર્કુલેશનની સમસ્યાનું કારણ હોય શકે છે. તમારા શરીરના તે ભાગ સુધી પર્યાપ્ત રક્ત પ્રવાહ થઈ રહ્યો નથી જ્યાં જરૂરત હોય.

ખરાબ સ્કિન

સ્કિનની ક્વોલિટીથી વ્યક્તિના સ્વાસ્થ્ના સ્તરને ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે અમૂક લોકોને ખીલની સમસ્યા હોય છે. પરંતુ સ્કિન સાથે સંકળાયેલ આવી સમસ્યા અસ્વસ્થ હોવાના સંકેત હોય શકે છે. ખરાબ ડાયટ તમારી સ્કિન ક્વોલિટી ખરાબ થવાનું કારણ હોય શકે છે. જો તમે તમારી સ્કિન પર અજીબ ડાધ નજર આવતા હોય તો તમારે સમજી લેવું જોઈએ કે કાંઈક ખોટું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો