Last Updated on February 28, 2021 by
દેશમાં વધી રહેલા કોરોના કેસો વચ્ચે, કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાવાયરસ ફાટી નીકળવાની સંભાવનાને રોકવા માટે તમામ બાબતો પર પૂરતું ધ્યાન આપવા જણાવ્યું છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે એવી બાબતો અને કાર્યક્રમો પર નજર રાખવા સલાહ આપી છે. આ માટે કેન્દ્ર સરકારે અસરકારક નજર રાખતા રાજ્યોને વ્યૂહરચનાનું પાલન કરવાનું કહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને અસરકારક પરીક્ષણ, મોટા પાયે ટ્રેકિંગ, પોઝીટીવ કેસોમાં ક્વોરન્ટાઈન અને સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલનની વાત પર ભાર આપવા તમામ રાજ્યોને કહ્યું છે.
સતત ચોથા દિવસે 16 હજારથી વધુ નવા સંક્રમણના કેસ નોંધાયા
દેશમાં સતત ચોથા દિવસે 16 હજારથી વધુ નવા સંક્રમણના કેસ નોંધાયા છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,752 કોરોના કેસ નોંધાયા છે. તે જ સમયે 11,718 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ દરમિયાન, કોરોનાથી દેશભરમાં 113 લોકોનાં મોત પણ નીપજ્યાં છે.
દેશમાં કુલ કેસ 1 કરોડ 11 લાખની નજીક
દેશમાં કુલ કેસ 1 કરોડ 11 લાખની નજીક છે
. દેશમાં કુલ કોરોના કેસ હવે વધીને 1,10,96,731 થયા છે, જેમાંથી 1,07,75,169 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. દેશમાં કોરોનાથી થયેલ મૃત્યુ આંક પણ 1,57,051 પર પહોંચી ગયો છે. તે જ સમયે, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 1,64,511 છે. દેશમાં કુલ 1,43,01,266 લોકોને રસી પણ આપવામાં આવી છે. શનિવારે દેશમાં 16,488, શુક્રવારે 16,577 અને ગુરુવારે 16,738 કેસ નોંધાયા છે.
કેરળમાં આંક થયો 10 લાખને પાર
શનિવારે મહારાષ્ટ્રમાં 8,623 કેસો અને 51 લોકોના મોત થયા છે. કેરળ મહારાષ્ટ્ર પછી દેશમાં સૌથી વધુ ડેઇલી કેસ નોંધાય છે. કેરળમાં 3,792 નવા કેસ અને 18 મૃત્યુ નોંધાયા છે. દરમિયાન, મહારાષ્ટ્ર પછી કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય બન્યું જ્યાં 10 લાખથી વધુ દર્દીઓની કોરોના વાયરસથી સારવાર કરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31