Last Updated on February 28, 2021 by
માર્કેટમાં સફરજનની કેટલીક પ્રજાતિયો મળે છે. જેમાંથી વધારે સફરજન લાલ, લીલા રંગના હોય છે. પરંતુ શું તમે કાળા રંગના સફરજન વિશે સાંભળ્યુ છે. તિબેટના કેટલાક ભાગોમાં કાળા સફરજનની ખેતી થાય છે. જેની ડિમાંડ પુરી દુનિયામાં છે. ઘેરા રીંગણ કલરના આ સફરજનને બ્લેક ડાયમંડ એપ્પલ પણ કહેવામાં આવે છે. તે દુર્લભ સફરજન ખૂબ જ ઓછી જગ્યા પર જોવા મળે છે. તિબેટની પહાડિયો પર ઉગાળેલા આ સફરજન એટલા ઘેરા હોય છે કે જોવા પર તેને કાળા રંગના દેખાય છે.
સમુદ્ર તટથી લગભગ 3100 મીટરની ઉંચાઈ પર આ સફરજનની ખેતી કરાય છે. વધારે ઉંચાઈના કારણે જે જગ્યા પર તે સફરજનને ઉગાડવામાં આવે છે,ત્યાં દિવસ અને રાતના તાપમાનમાં ઘણુ અંતર હોય છે. દિવસમાં પડનારી અલ્ટ્રા વાયોલેટ કિરણોના કારણે આ સફરજનોનો રંગ કાળો થઈ જાય છે. માત્ર તિબેટની પહાડીઓ પર ઉગાડવામાં આવતા આ સફરજન અદ્ભૂત છે. અંહિ તેને હુઆ નિયૂ (Hua Niu)ના નામથી ઓળખવામાં આવે છે. તેને ચાઈનીઝ રેડ ડિલિશિયસ પણ કહેવાય છે.
એક સફરજનની કીંમત 500 રૂપિયા
તે તેના નામને અનુરૂપ એકદમ કાળુ પણ નથી હોતુ પરંતુ તે ડાર્ક પર્પલ રંગનુ હોય છે. તેની ખાસ વાત એ છે કે, તે મધ કરતા પણ વધારે મીઠા હોય છે. આ સફરજનોની ખેતીનો કમાલ વર્ષ 2015થી શરૂ થયો છે. આ સફરજનોની સૌથી વધારે વેંચાણ બેઈજીંગ, શાંઘાઈ, ગૂઆંગજો અને શેન્જેનના બજારોમાં છે. આ એક સફરજનની કીંમત લગભગ 500 રૂપિયા સુધી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31