GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો / આજે માત્ર 94 રૂપિયામાં મળશે LPG ગેસ સિલિન્ડર, આ રીતે કરો બુક….

LPG

Last Updated on February 28, 2021 by

જો તમે રસોઈ ગેસ સિલીન્ડરની વધતી કીંમતોથી પરેશાન છો તો તમારા માટે સારા સમાચાર છે. તમે LPG ગેસ સિલિન્ડર પર 700 રૂપિયા સુઘીનું કેશબેક મળવી શકો છો. આ કેશબેક Paytmથી ગેસ સિલિન્ડર બુક કરવા પર મળી રહી છે. આ અંતર્ગત સિલિન્ડર બુક કરાવવા પર તમને 700 રૂપિયાનું કેશબેક મળશે. પેટીએમ અગાઉ આ ઓફર 31 જાન્યુઆરી સુધી આપી ચૂક્યો હતો, પરંતુ હવે આ ઓફર 28 ફેબ્રુઆરી સુધી લંબાવી દેવામાં આવી છે. એટલે કે, આજે સસ્તા સિલિન્ડર ખરીદવાની છેલ્લી તક છે.

તમને જણાવી દઈએ કે સરકારી તેલ કંપનીઓએ ફેબ્રુઆરી મહિનામાં LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ પછી, દિલ્હીમાં સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 794 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દેવામાં આવી છે. પેટીએમની ઓફર સાથે તમે મોંઘા સિલિન્ડર ફક્ત 94 રૂપિયામાં ખરીદી શકો છો.

આવી રીતે ઉઠાવો ફાયદો

  • આ ઓફરનો લાભ લેવા માટે તમારે માત્ર Paytm એપને ડાઉનલોડ કરી ગેસ બુકિંગ કરવાની રહેશે.
  • જે બાદ તમને 700 રૂપિયાનુ કેશબેક આપવામાં આવશે.
  • સૌથી પહેલા તમારે Paytmમાં જઈને Show more પર ક્લિક કરવાનું રહેશે.
  • જે બાદ ‘Recharge and Pay Bills’પર ક્લિક કરો.
  • તમારી સામે book a cylinderનો વિકલ્પ દેખાશે.
  • અંહિ તમારે તમારા ગેસ પ્રોવાઈડરને પસંદ કરવાનું રહેશે.
  • બુકિંગ પહેલા તમે FIRSTLPGનો પ્રોમો કોડ નાંખવો પડશે જેથી તમને કેશબેકની સુવિધા મળી શકે.

Paytmની આ ઓફર માત્ર તે લોકો માટે છે જે Paytmથી પહેલીવાર ગેસ બુકિંગ કરશે. આ સમયે રસોઈ ગેસના એક સિલિન્ડરની કીંમત 794 રૂપિયા છે. જો તમે Paytmથી ગેસ બુક કરીને પ્રોમોકોડનો ઉપયોગ કરે છે તો સિલિન્ડરની પુરી કીંમત તમારા અકાઉન્ટમાં ટ્રાંસફર થઈ જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો