GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી પહેલા અસમમાં ભાજપને મોટો ઝટકો, મુખ્ય સહયોગી પાર્ટી છેડો ફાડી કોંગ્રેસ સાથે મેળવ્યો હાથ

Last Updated on February 28, 2021 by

આસામમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આસામમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ના અધ્યક્ષ હગ્રમા મોહિલિરે ભાજપ સાથેના ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી. સાથેજ તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે આસામમાં બીપીએફ હવે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે. તેના નેતા હગ્રમા મોહિલિરે સોશિયલ મીડિયા પર ભાજપના મહાગઠબંધનથી અલગ થવાની માહિતી આપી હતી. આસામમાં 27 માર્ચથી 6 એપ્રિલ સુધી ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજાવાની છે.

વિકાસ, શાંતિ અને એકતા માટે સ્થિર સરકાર જરૂરી

મોહિલિરે શનિવારે સાંજે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું- વિકાસ, શાંતિ અને એકતા માટે સ્થિર સરકાર જરૂરી છે. આપણે ભ્રષ્ટાચારનો અંત લાવવા માંગીએ છીએ. આથી બોડોલેન્ડ પીપલ્સ મોરચાએ મહાજઠ ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય લીધો છે. હવે અમે ભાજપ સાથે કોઈ પણ પ્રકારની મિત્રતા રાખવા નથી માંગતા. આવનારી ચૂંટણી અમે માહજઠ ગઠબંધન સાથે મળીને લડીશું. બીપીએફની રચના 2005 માં કરવામાં આવી હતી. કોકરાઝાર જિલ્લામાં તેનો પ્રભાવ છે. ગત ચૂંટણીમાં પાર્ટીએ ભાજપ સાથે જોડાણ કરીને લડ્યા હતા અને ત્યારબાદ 126 સભ્યોની વિધાનસભાની 12 બેઠકો જીતી હતી.

કોંગ્રેસે અગાઉ એઆઈયુડીએફ સાથે જોડાણ બનાવ્યું હતું

કોંગ્રેસે અગાઉ એઆઈયુડીએફ સાથે જોડાણ બનાવ્યું હતું. તેમાં સીપીઆઈ, સીપીઆઇ (એમ), સીપીઆઇ (એમએલ) અને એજીએમ હતા. હવે બીપીએફ અને આરજેડી પણ તેમાં જોડાઈ ગયા છે.

આવો છે ઓપિનિયન પોલ

ખાનગી ન્યૂઝ ચેનલ એબીપી અને સર્વે એજન્સી સી-વોટરના ઓપિનિયન પોલમાં આસામમાં ફરીથી એકવાર ભાજપની સરકાર બનતી જોવાઈ રહી છે. પોલ મુજબ ભાજપા ગઠબંધનને 42 ટકા મત મળવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો કોંગ્રેસ ગઠબંધનને 31 ટકા મત મળી શકે છે. જ્યારે કે અન્યના ખાતામાં 27 ટકા મત જઈ શકે છે. ઓપિનિયન પોલ્સ અનુસાર ભાજપ ગઠબંધનને 68-76 ની વચ્ચે બેઠકો મળી શકે છે. કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધનને 43થી 51 સીટો અને અન્યને 5થી 10 બેઠકો મળવાની ધારણા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો