Last Updated on February 28, 2021 by
ભારતીય પરંપરામાં સોનામાં રોકાણ શુભ માનવામાં આવે છે. એને જોતાં કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડની સ્કિમની શરૂઆત કરી છે. આ યોજનાની શરૂઆત નવેમ્બર 2015માં થઈ હતી. તેનો આશય ભૌતિક રૂપથી સોનાની માગમાં ઘટાડો લાવવાની છે. અર્થાત લોકો જ્વેલરીના બદલે ગોલ્ડ બોન્ડ ખરીદે. કોરોના મહામારી દરમિયાન ઓગસ્ટમાં સોનાની કિંમતમાં ભારતમાં 56200 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જેમાં અત્યારે સુધી લગભગ 8 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. શું સોનામાં રોકાણ માટેનો આ યોગ્ય સમય છે? જો તમે સોનામાં રોકાણ માટે વિચારી રહ્યા હોવ તો પછી સોવરેન ગોલ્ડ બોન્ડમાં પૈસા રોકાણ કરી શકો છો.
5 માર્ચ સુધી તમે એમાં રોકાણ કરી શકો
સોવરેન ગોલ્ડ બોન્ડની 12મી સીરિઝ 1 માર્ચથી ઓપન થઈ રહી છે. અને 5 માર્ચ સુધી તમે એમાં રોકાણ કરી શકો છો. ચાલુ નાણાંકીય વર્ષની આ છેલ્લી સીરિઝ છે. સૌથી ખાસ વાત એ છે કે આ વખતે સોવરેન ગોલ્ડ બોન્ડની કિંમત 10 મહિનામાં સૌથી ઓછી છે. અર્થા 10 મહિનાના નીચલા સ્તરે છે. ભારતીય રીઝર્વ બેંકે આ વખતે ગોલ્ડ સબસ્ક્રિપ્શનની કિંમત 4662 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. આ પહેલા ચાલુ નાણાકીય વર્ષ ની બીજી સીરીઝમાં અર્થાત્ મે 2020માં સોવરેન ગોલ્ડ બોન્ડની કિંમત 4590 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. તો 11મી સીરિઝ ફેબ્રુઆરી 2020માં બોન્ડની કિંમત 4912 રૂપિયા પ્રતિ ગ્રામ હતી.
1 ગ્રામ સોના માટે 4612 રૂપિયા પેમેન્ટ કરવું પડશે
દર વખતની જેમ આ વખતે પણ ઓનલાઈન આવેદન કરવાળા રોકાણકારોને બોન્ડની નક્કી કરેલી કિંમત પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે અર્થાત ડિજીટલ માધ્યમથી પૈસા જમા કરાવવા પર 1 ગ્રામ સોના માટે 4612 રૂપિયા પેમેન્ટ કરવું પડશે. ફિઝીકલ ગોલ્ડની જગ્યાએ ગોલ્ડ બોન્ડ મેનેજ કરવુંસરળ અને સેફ હોય છે. સરકારી ગોલ્ડ બોન્ડની કિંમત બજારમાં ચાલી રહેલા સોનાના ભાવથી ઓછી હોય છે. બોન્ડ અંતર્ગત ન્યૂનતમ એક ગ્રામ અને વધારે 4 કિલો સુધી રોકાણ કરી શકો છો. ટ્ર્સ્ટ અને નાણાકીય વર્ષના સમાન ગાળાઓમાં રોકાણ ઉપરની મર્યાદા 20 કિલોગ્રામ છે. એના પર ટેક્સની પણ છૂટછાટ મળે છે. આ ઉપરાંત સ્કીમ દ્વારા બેંકથી લોન પણ લઈ શકાય છે.
સોનાની કિંમતમાં વધારા મુજબ ગોલ્ડ બોન્ડ રોકાણકારોને તેનો ફાયદો મળે
ગોલ્ડ બોન્ડમાં કોઈ પણ પ્રકારની ધોખાબાજી અને અશુદ્ધતાની સંભાવના હોતી નથી. આ બોન્ડ 8 વર્ષ પછી મેચ્યોર થાય છે. અર્થાત સ્પષ્ટ છે કે 8 વર્ષ પછી તેનાથી પૈસા નિકાળી શકાય છે. એટલું જ નહીં 5 વર્ષ પછી તેમાંથી બહાર નીકળવાના પણ વિકલ્પ હોય છે. જેમ સોનાની કિંમતોમાં વધારો થાય છે. ગોલ્ડ બોન્ડ રોકાણકારોને તેનો ફાયદો મળે છે. આ બોન્ડ પેપર અને ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં હોય છે. જેનાતી તમને ફિઝીકલ ગોલ્ડની જેમ લોકરમાં રાખવાનો ખર્ચ પણ ઉઠાવવો પડતો નથી. આ ગોલ્ડની વેચાણ બેંકો, પોસ્ટ, એનએસઈ અને બીએસઈ ઉપરાંત સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા થાય છે.
રકમ પર પ્રતિવર્ષ 2.50 ટકાના દરથી વ્યાજ આપવામાં આવે
સોવરેન ગોલ્ડ બોન્ડમાં પ્રારંભિક રોકાણની રકમ પર પ્રતિવર્ષ 2.50 ટકાના દરથી વ્યાજ આપવામાં આવે છે. વ્યાજ રોકાણકારોના બેંક ખાતામાં અર્ધવાર્ષિક રૂપમાં જમા કરાવવામાં આવે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ પર ટીડીએસ લાગુ નથી થતો. સોવરેન ગોલ્ડ બોન્ડની પરિપક્વતા પર, ગોલ્ડ બોન્ડને ભારતીય રૂપમાં કન્વર્ટ થાય છે. આ પૈસા સીધા રોકાણકારોના બેંકખાતામાં મોકલી દેવામાં આવે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31