Last Updated on February 28, 2021 by
નિર્મલા સીતારામને બજેટમાં સરકારી બેંકો અને વિમા કંપનીઓના મોટા પાયે ખાનગીકરણની જાહેરાત કરી હતી. મોદી સરકાર ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારી બેંકો-કંપનીઓના ખાનગીકરણ દ્વારા પોણા બે લાખ કરોડ રૂપિયા ઉભા કરશે એવી જાહેરાત પણ કરાઈ હતી પણ હવે મોદી સરકાર ખાનગીકરણમાં પીછેહઠ કરે એવા સંકેત છે.
મોદી સરકાર ઈચ્છે છે એટલી રકમ અત્યારના તબક્કે નહી ઉભી થાય
સૂત્રોના મતે, મોદી સરકારે ખાનગી એજન્સીઓ પાસે ખાનગીકરણ અંગે રીપોર્ટ મંગાવ્યો હતો. આ રીપોર્ટમાં મોદી સરકાર ઈચ્છે છે એટલી રકમ અત્યારના તબક્કે નહી ઉભી થાય એવો સ્પષ્ટ મત વ્યક્ત કરાતાં પીએમઓ દ્વારા ખાનગીકરણના મુદ્દે બહુ ઉતાવળ નહીં કરવા કહી દેવાયું છે. ગયા વર્ષે નક્કી કરેલા ટાર્ગેટની ૧૫ ટકા રકમ જ ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા ઉભી કરી શકાઈ હતી તેના કારણે સરકારે આ સર્વે કરાવ્યો હતો.
હમણાં ખાનગીકરણની પ્રક્રિયા મંદ કરી દેવાશે
મોદીએ શુક્રવારે કરેલા પ્રવચનમાં પણ આ સંકેત અપાયો છે. અત્યાર સુધી ખાનગીકરણની તરફેણ કરતા મોદીએ આશ્ચર્યજનક રીતે દેશને સરકારી બેંકો અને વિમા કંપનીઓની જરૂર છે એવું કહ્યું તેનો એવો અર્થ કઢાઈ રહ્યો છે કે હમણાં ખાનગીકરણની પ્રક્રિયા મંદ કરી દેવાશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31