Last Updated on February 28, 2021 by
જો તમે તમારી પત્ની, માં, દિકરી અથવા બહેનને કોઈ ખાસ પ્રસંગે કાંઈ ભેટ આપવાનું વિચારી રહ્યા છો તો તમે તેમના માટે બેંક ઓફ બરોડામાં એક ખાસ ખાતુ ખોલાવી શકો છો. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલ જાણકારી અનુસાર, મહિલા કસ્ટમર જો બરોડા મહિલા શક્તિ સેવિંગ અકાઉન્ટ ખોલાવે તો તેની સાથે તમને પ્લેટિનમ કાર્ડ સાથે જ 2 લાખ રૂપિયાનું પર્સનલ ઈન્સ્યોરન્સ કવરનો પણ ફાયદો મળે છે. એટલું જ નહીં જો તમે લોકરની સુવિધા લ્યો છો તો તમને વાર્ષિક લોકર રેંટમાં પણ છૂટ મળશે. આ ઉપરાંત તમને ટૂ વ્હિલર અને એજ્યુકેશન લોન પણ ઓછા વ્યાજમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ બ્યૂટી, લાઈફ સ્ટાઈલ અને ગ્રોસરીઝમાં પણ આકર્ષક ઓફર પણ મળશે.
ફ્રીમાં મળે છે આ સુવિધા
- લોકર લેવા પર ચાર્જમાં 25 %ની છૂટ મળે છે.
- 70 વર્ષની ઉંમર સુધીમાં 2 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો મળશે. આ દુર્ઘટના પૂર્વે વિગત 45 દિવસમાં કોઈ પણ માધ્યમ દ્વારા નાણાંકિય અથવા બિન નાણાંકિય લેન-દેન અને NPCI દિશાનિર્દેશોના અનુરુપ પરિવર્તનને આધીન છે.
- પ્રથમ વર્ષ આ સાથે નિ: શુલ્ક SMS એલર્ટની સુવિધા પણ મળશે.
- આ ઉપરાંત 2 વ્હિલર લોન પર વ્યાજ દરમાં 0.25 %ની છૂટ મળશે. ઓટો લોન અને મોર્ગેજ લોન માટે પ્રોસેસિંગ ચાર્જીસમાં 25%ની છૂટ મળશે. પર્સનલ લોનના પ્રોસેસિંગ ચાર્જમાં 100 %ની છૂટ મળશે.
- ગ્રાહકોના અનુરોધ પર 50,000 રૂપિયાથી વધુ જમા રાશી પર રૂપિયા 10,000ના ગુણકોમાં 181 દિવસ માટે સ્વીપ સુવિધા, રિવર્સ સ્વીપ રૂ. 1000ના ગુણકોમાં થશે.
- ટ્રાવેલ/ ગિફ્ટ કાર્ડ જાહેર કરવાના પ્રભારો પર 25 %ની છૂટ મળશે.
- પ્રથમ વર્ષ ડિમેટ ખાતાના વાર્ષિક રખરખાવ પ્રભારો એટલે કે AMC ચાર્જીસ બિલકૂલ ખત્મ કરવામાં આવ્યો છે.
- બેંક ઓફ બરોડો ઈઝી ક્રેડિટ કાર્ડ માટે કોઈ જોઈનિંગ ફી લાગશે નહીં.
SMS એલર્ટ ચાર્જીસ
પ્રથમ વર્ષમાં નિ:શુલ્ક, ત્યારબાદ પ્રતિ ત્રિમાસિક રૂપિયા 15 ચાર્જીસ તરીકે લેવામાં આવશે.
મિનિમમ અમાઉન્ટ કેટલું રાખવાનું હશે
બેંક ખાતામાં ઓછામાં ઓછા મેટ્રો/શહેરી- 300 રૂપિયા પ્રતિ ત્રિમાસિક, ગ્રામીણ/ અર્ધશહેરી રૂપિયા 150 પ્રતિ ત્રિમાસિક રાખવાનું રહેશે.
ડેબિટ કાર્ડ ચાર્જીસ
પ્રથમ વર્ષ માટે નિ: શુલ્ક ડેબિટ કાર્ડ, ત્યાર બાદ રૂ. 150 પ્રતિ વર્ષ આપવાના રહેશે. બીજા બેંકમાં ATM થી લેનદેન : 6 કેન્દ્રો તથા મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ, બેંગલૂરુ, હૈદરાબાદ પર 1 મહિનામાં 3 લેનદેન નિ:શુલ્ક. ત્યારબાદ પ્રત્યેક લેનદેન પર રૂ. 20 વસૂલ કરવામાં આવશે. બીજા કેન્દ્ર પર 1 મહિનામાં 5 લેનદેન ફ્રીમાં થશે. ત્યારબાદ રૂ. 20 પ્રતિ લેનદેન વસૂલવામાં આવશે. પીન જનરેટ રૂ.150 પ્રતિ રીઝેનરેશન વસૂલ કરવામાં આવશે.
ઓટો/ રિવર્સ સ્વીપ
જણાવી દઈએ કે, એવા ખાતામાં ફિક્સ્ડ ડિપોઝીટનું રિટર્ન મળે છે અને બચત ખાતાની જેમ તમારી જરૂરત અનુસાર, પૈસા લેવાની સુવિધા પણ રહે છે.
આ ખાતા દ્વારા તમે જ્યારે ઈચ્છો ત્યારે પૈસા ઉપાડી પણ શકો છો. આ પ્રણાલીને રિવર્સ ઓટો સ્વીપ કહેવામાં આવે છે. તેમાં FD તોડવામાં આવે છે.
સ્વીપ સુવિધા માત્ર ગ્રાહકોના અનુરોધ પર ઉપલબ્ધ છે. તે રૂ. 50,000 થી વધુની રકમ પર રૂ. 10,000ના ગુણકમાં હશે અર્થાત ખાતામાં રૂ. 10,000નું સ્વીપ ત્યારે જ હશે જ્યારે બાકીની રકમ રૂ. 60,000 થઈ જશે.
તમામ જમા રકમની મેચ્યોરિટી પહેલા ઉપાડ કરવા પર જમા રકમનો વર્તમાન દરથી 1 % ઓછું વ્યાજ દર ચૂકવવામાં આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31