Last Updated on February 28, 2021 by
દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનુ અને પરિવારનું ભરણપોષણ કરવા માટે કોઇને કોઇ કામ અથવા નોકરી કરે છે અને પૈસા કમાય છે. જો તમને પૂછવામાં આવે કે તમે એક વર્ષમાં કેટલી કમાણી કરો છો અને કેટલી બચત કરો છો? તો તમારો જવાબ હશે કે તે એ વાત પર આધારિત છે કે તમે દુનિયામાં ક્યાં રહો છો અને તમારી જીવનશૈલી કેવી છે? પરંતુ જો અમે તમને જણાવીએ કે કેટલાંક ભીખારી તમારા કરતાં વધુ પૈસા કમાય છે તો તે સાંભળીને તમે ચોક્કસપણે હેરાન રહી જશો. પરંતુ આ ખરેખર હકીકત છે.
આજે અમે તમને ભારતના આવા જ સૌથી અમીર 5 ભીખારીઓ વિશે જણાવીશું. ભારતના આ સુપર-રિચ ભીખારીઓ પાસે એપાર્ટમેંટમાં ફ્લેટ છે, અઢળક સંપત્તિ છે અને મોટુ બેંક બેલેન્સ છે. પરંતુ તેમ છતાં તેઓ રસ્તા પર ભીખ માંગે છે.
આ છે દેશના 5 સુપર રિચ ભીખારીઓ
એક રિપોર્ટ અનુસાર દેશમાં સૌથી અમીર ભીખારીઓની લિસ્ટમાં જે સૌથી પહેલુ નામ આવે છે તે છે ભરત જૈનનું. તે મોટાભાગે મુંબઇના પરેલમાં ભીખ માંગે છે. રિપોર્ટ અનુસાર, તેની પાસે અપાર્ટમેન્ટમાં બે ફ્લેટ છે જેની કિંમત 70 લાખ રૂપિયા પ્રતિ ફ્લેટ છે. તેનો અર્થ એ છે કે તેની પાસે એક કરોડ 40 લાખની ફક્ત આ જ સંપત્તિ છે. તે પ્રતિ માસ આશરે 75000 રૂપિયા ભીખ માંગીને કમાણી કરે છે જે ભારતમાં સરેરાશ એક નોકરિયાતની કમાણી કરતાં અનેકગણી વધુ છે.
સૌથી અમીર ભીખારીઓની લિસ્ટમાં કલકત્તાની લક્ષ્મી બીજા નંબરે છે. લક્ષ્મીએ 1964થી કલકત્તામાં ફક્ત 16 વર્ષની ઉંમરથી ભીખ માંગવાની શરૂ કરી દીધી અને 50થી વધુ વર્ષોથી પોતાના જીવનમાં તેણે ભીખ માંગીને લાખો રૂપિયા એકઠા કર્યા. તેના તમામ પૈસા બેન્કમાં જમા છે. લક્ષ્મી આજે પણ 1000 રૂપિયા પ્રતિ દિવસ ભીખ માંગીને કમાય છે. જો મહિનાના હિસાબે જોઇએ તો તે દર મહિને ઓછામાં ઓછા 30 હજાર રૂપિયાની કમાણી કરે છે.
મુંબઇની રહેવાસી ગીતા અમીર ભીખારીઓની લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ગીતા મુંબઇના ટરની રોડ પાસે ભીખ માંગે છે અને કથિત રૂપે તેણે તે રૂપિયાથી એક ફ્લેટ ખરીદ્યો છે જેમાં તે પોતાના ભાઇ સાથે રહે છે. તે દરરોજ ભીખ માંગીને આશરે 1500 રૂપિયાની કમાણી કરે છે. મહિનામાં આશરે 45 હજાર રૂપિયાની આવક છે.
એક રિપોર્ટ અનુસાર, કથિત રૂપે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવનાર ચંદ્ર આઝાદ પાસે ગોવંડીમાં ઘર, 8.77 લાખ રૂપિયા ખાતામાં જમા અને આશરે 1.5 લાખ રૂપિયા કેશ છે. 2019માં રેલ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યા બાદ તેની તમામ સંપત્તિ મુંબઇ પોલીસે શોધી કાઢી હતી.
રિપોર્ટ અનુસાર બિહારના પટનામાં રેલવે પ્લેટફોર્મ પર ભીખ માંગનાર પપ્પૂ પણ અમીર ભીખારીઓની લીસ્ટમાં સામેલ છે. એક દુર્ઘટનામાં પગમાં ફ્રેક્ચર થઇ ગયા બાદ પપ્પૂએ પટનાના રેલવે સ્ટેશનો પર ભીખ માંગવાનું કામ શરૂ કર્યુ હતું. કેટલાંક રિપોર્ટ અનુસાર પપ્પૂ કુમાર પાસે આશરે 1.25 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31